46 વર્ષની ઉંમરે પણ સિંગલ છે અક્ષય ખન્ના, એક સમયે બોલિવુડની આ ટોચની હિરોઇન્સ સાથે હતા સંબંધો

અક્ષય ખન્ના

શું કારણ હતું કે અક્ષયે હજુ સુધી લગ્ન (Marriage) કરીને ઘરસંસાર વસાવ્યો નથી. અક્ષયે પોતે આના પરથી પડદો ઊંચક્યો

 • Share this:
  મુંબઈ : 46 વર્ષીય અક્ષય ખન્ના (Akshay Khanna) તેમના સમયના સૌથી સફળ અભિનેતાઓ (Actors)માંના એક હતા. આ દરમિયાન તેણે ઘણી મોટી ફિલ્મો (Films) કરી અને પ્રખ્યાત હિરોઈન (Actress) સાથે તેને કાસ્ટ કરવામાં આવ્યા. પરંતુ એક સફળ અભિનેતા (Actor) હોવા છતાં પણ અક્ષય સિંગલ (Single) છે. આખરે એવું તો શું કારણ હતું કે અક્ષયે હજુ સુધી લગ્ન (Marriage) કરીને ઘરસંસાર વસાવ્યો નથી. અક્ષયે પોતે આના પરથી પડદો ઊંચક્યો હતો, પરંતુ આવો જાણીએ અક્ષયનું નામ કઈ અભિનેત્રીઓ સાથે જોડાયું છે.

  ઐશ્વર્યા રાય

  મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયનું નામ સલમાન પહેલા અક્ષય ખન્ના સાથે જોડાયું હતું. એશે અક્ષય સાથે તાલ અને આ અબ લૌટ ચલે જેવી ફિલ્મો કરી છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમના પ્રેમની ચર્ચાઓ સામાન્ય હતી. પરંતુ સલમાનની એન્ટ્રી બાદ એશે અક્ષયને દિલમાંથી કાઢી મૂક્યો હતો.

  કરિશ્મા કપૂર

  કરિશ્મા કપૂર ડિવોર્સ લઈને પોતાના બે બાળકો સાથે સમય વિતાવી રહી છે. પરંતુ આ પહેલા અક્ષયનું નામ કરિશ્મા સાથે જોડાયું હતું. પરંતુ વિનોદ ખન્નાને આ સંબંધ મંજૂર નહોતો. વિનોદ ખન્નાએ કરિશ્માના લગ્નની વાત પણ પરત કરી દીધી હતી.

  રિયા સેન

  અક્ષય ખન્ના અને રિયા સેનનો સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો હતો. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. પરંતુ રિયા પાસે ફિલ્મોની કોઈ કમી ન હતી અને અક્ષય સ્ક્રીનથી દૂર થઈ રહ્યો હતો. તેથી આ સંબંધનો પણ અંત આવ્યો. આ પછી, અક્ષય આજ સુધી ક્યારેય કોઈની સાથે ગંભીર સંબંધમાં આવ્યો નથી.

  આ પણ વાંચોBollywood Interesting Story: બોલિવુડની આ 10 હકિકત વાંચી તમારૂ મોંઢુ ખુલ્લું જ રહી જશે, બોલી ઉઠશો 'હૈ'

  સિંગલ કેમ છે ? અક્ષય લાંબો સમય કોઈની સાથે રિલેશનશિપમાં રહી શક્યો નહીં. આ ઉપરાંત તેને એ વાતનો પણ ડર હતો કે લગ્ન પછી તે બધી જવાબદારીઓ નિભાવી શકશે કે કેમ. તેથી તેણે જીવનભર સિંગલ રહેવાનો નિર્ણય કર્યો છે.
  Published by:kiran mehta
  First published: