Home /News /entertainment /'આવા લોકો પોતાની મા-બહેન...' MMS કાંડ પર ભડકી અક્ષરા સિંહ, ન બોલવાનું બોલી ગઇ
'આવા લોકો પોતાની મા-બહેન...' MMS કાંડ પર ભડકી અક્ષરા સિંહ, ન બોલવાનું બોલી ગઇ
MMS કાંડ પર એક્ટ્રેસનું જોરદાર રિએક્શન
Akshara Singh Live Video: ગયા મહિને, ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ વિશે એક સમાચાર સામે આવ્યા હતા કે તેનો MMS વાયરલ થઈ રહ્યો છે. પરંતુ તે વીડિયો નકલી હતો. આ પછી, હવે એક્ટ્રેસ આ સમગ્ર મામલાને લઈને ફેસબુક પર લાઈવ આવી અને તેણે તેને વાયરલ કરનારાઓની ઝાટકણી કાઢી છે.
Akshara Singh : ભોજપુરી એક્ટ્રસ અક્ષરા સિંહ મોટાભાગે કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. તેવામાં ફરી એકવાર તે ફેસબુક લાઇવ આવી છે અને સોશિયલ મીડિયા યુઝર્સની જોરદાર ઝાટકણી કાઢી છે. તેણે કહ્યું, 'આવા લોકો પૈસા માટે પોતાના મા-બહેનની આબરૂને પણ નીલામ કરી શકે છે.'
જણાવી દઇએ કે એક્ટ્રેસ ફેક એમએમએસ કાંડને લઇને લાઇવ આવી હતી. ગત મહિને એક વાયરલ વીડિયોને તેનો એમએમએસ કહેવામાં આવી રહ્યો હતો, હકીકતમાં જે ફેક હતો. તેના પર હવે એક મહિના પછી એક્ટ્રેસનું જોરદાર રિએક્શન આવ્યું છે.
અક્ષરા સિંહ ફેસબુક પર લાઇવ આવી અને તેણે કહ્યું, માફી માગુ છું પરંતુ હું થોડા દિવસથી એક્ટિવ ન હતી. કારણ કે વાયરલ થયો હતો અને થોડુ બિઝી શિડ્યુલ હતું. હું કહેવા માગુ છુ કે થોડા દિવસથી ન્યૂઝ વાયરલ કરવામાં આવી રહ્યાં છે. કેટલાંક યુટ્યુબર્ દ્વારા કંઇ પણ ચલાવવામાં આવી રહ્યું છે. કેટલાંક એમએમએસ શેર કરીને લોકો કહી રહ્યાં છે કે આ મારો છે અને આવું કરીને તેને શેર કર્યો છે. માત્ર થોડા રૂપિયા અને વ્યૂઝ માટે થઇને તેને મારો વીડિયો કહેવામાં આવી રહ્યો છે. ઘણા લોકો માસૂમ હોય છે અને તે આ વીડિયોને સાચો માની રહ્યાં છે. ઘણા લોકો એવા પણ છે કે હેડલાઇનથી તેમને લાગે છે કે આવું થઇ ગયું છે તો આ મુર્ખ બનાવવાની એક રીત છે. તમે લોકો બધુ જ જોઇ શકો છો અને સમજી શકો છો જેથી કાલે કોઇ પણ સામાન્ય યુવતી તેનાથી પ્રભાવિત ન થાય. હું ઇચ્છુ છુ કે કાલે તમારી મા-બહેન અને દીકરી સાથે આવી વસ્તુ ન થાય. તેથી હાથ જોડીને પ્રાર્થના કરુ છુ કે આવુ કોઇની સાથે ન થાય.
એક્ટ્રેસ વધુમાં કહે છે કે, તમે કમાણી કરવાનો કોઇપણ રસ્તો શોધો. મહેનતથી કમાઓ, હું ઇશ્વર પાસે આ જ માંગીશ. મીડિયાને લઇને અક્ષરાએ કહ્યું, તમે લોકો એક કલાકારને આગળ વધવામાં ઘણી મદદ કરો છો. હું મીડિયાબંધુઓને પણ અપીલ કરવા માગુ છુ કે ધડ-માથા વિનાની વાતો પર ભરોસો ન કરો. પહેલા તેની ઉંડાણપૂર્વક તપાસ કરો. તે બાદ કોઇ નિર્ણય લો. ઓડિયંસને મુર્ખ ન બનાવો. એવુ નથી કે હું આ મામલે એક્શન નથી લઇ શકતી. તેના પર એક્શન લેવી ચપટી વગાડવા જેટલુ કામ છે. ટાઇમ નહી લાગે. જો અમે સ્ટેપ નથી લઇ રહ્યાં તો અમે લાચાર છીએ. અમે લાચાર નથી. એક કેસ થશે તો બધુ બંધ થઇ જશે. હું ઇચ્છુ છુ કે તમે સતર્ક થઇ જાઓ. કોઇને મુર્ખ ન સમજો.
ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ એક કથિત એમએમએસ લીકને લઇને ઘણા સમયથી ચર્ચામાં છે. જો કે એક્ટ્રેસે આ મામલે બેપરવાહ જોવા મળી પરંતુ હવે તેના પ્રોફેશનલ કરિયર પર તેની નેગેટિવ અસર જોવા મળી રહી છે.
અક્ષરાએ વીડિયો સાથે એક કેપ્શન પણ લખ્યું છે, અને હા તમારાથી ડરીને લાઇવ નથી આવી. સામાન્ય યુવતીઓ પરેશાન ન થાય, તેમના પર કોઇ મુશ્કેલી ન આવે એટલા માટે આવી. તેના પર લાખો લોકોએ ઢગલાબંધ કમેન્ટ્સ કરી છે અને એક્ટ્રેસનો સપોર્ટ કર્યો છે. જણાવી દઇએ કે પાછલા મહિને યુટ્યુબ પર એક વાયરલ એમએમએસને એક્ટ્રેસનો હોવાનું જણાવવામાં આવી રહ્યો હતો. પરંતુ વીડિયોમાં તે વાતની પુષ્ટિ કરી શકાય છે કે તે એક્ટ્રેસનો વીડિયો નથી. તેમાં જોવા મળી રહેલી યુવતી તે નથી, પરંતુ તે યુવતી અક્ષરા હોવાનું કહીને વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર