Home /News /entertainment /પાર્ટી બાદ લથડીયા ખાતી હતી આકાંક્ષા દુબે, હોટલના રૂમમાં આવ્યો હતો એક વ્યક્તિ, સમર વિરૂદ્ધ FIR દાખલ
પાર્ટી બાદ લથડીયા ખાતી હતી આકાંક્ષા દુબે, હોટલના રૂમમાં આવ્યો હતો એક વ્યક્તિ, સમર વિરૂદ્ધ FIR દાખલ
આકાંક્ષા દુબેએ એક વ્યક્તિ પાસે હોટલ પહોંચવા માટે લિફ્ટ માંગી હતી. સમર સિંહ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ.
અભિનેત્રી જ્યારે કારમાંથી નીચે ઉતરી ત્યારે તે લથડીયા ખાઇ રહી હતી. બાદમાં છોકરો અભિનેત્રીને રૂમમાં મૂકવા માટે હોટલમાં થોડો સમય તેની સાથે રહ્યો. પછી હોટેલમાંથી બહાર નીકળ્યો અને સવારે જ્યારે રૂમનો દરવાજો ખોલ્યો તો લાઈટ ચાલુ હતી અને બાથરૂમનો નળ પણ ખુલ્લો હતો.
નવી દિલ્હી: આકાંક્ષા દુબે (Akanksha Dubey)ના મૃત્યુ બાદ એક પછી એક નવા અપડેટ્સ આવી રહ્યા છે. જ્યારે એક તરફ આકાંક્ષાની માતાએ પોતાની પુત્રીના મોતને કાવતરું ગણાવીને સમર સિંહ અને તેના ભાઈ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીની માતા મધુ દુબેએ સ્પષ્ટ કહ્યું કે સમર સિંહ અને સંજય સિંહે મળીને મારી છોકરીની હત્યા કરી છે.
આ દરમિયાન અભિનેત્રીના મામલામાં એક નવું અપડેટ સામે આવ્યું છે. હાલમાં જ બનારસ જે હોટલમાં તે રોકાયો હતો તેના મેનેજરનું નિવેદન સામે આવ્યું છે. હોટલના મેનેજરે જણાવ્યું કે આકાંક્ષા શનિવારે મોડી રાત્રે લગભગ 1:55 વાગ્યે પાર્ટી પછી પરત આવી હતી અને જ્યારે તે પાછી આવી ત્યારે એક છોકરો તેની સાથે તેને છોડવા આવ્યો હતો. અભિનેત્રી જ્યારે કારમાંથી નીચે ઉતરી ત્યારે તે લથડીયા ખાઇ રહી હતી. બાદમાં છોકરો અભિનેત્રીને રૂમમાં મૂકવા માટે હોટલમાં થોડો સમય તેની સાથે રહ્યો. પછી હોટેલમાંથી બહાર નીકળ્યો અને સવારે જ્યારે રૂમનો દરવાજો ખોલ્યો તો લાઈટ ચાલુ હતી અને બાથરૂમનો નળ પણ ખુલ્લો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ વારાણસીના લંકા પોલીસ સ્ટેશન વિસ્તારના ટિકરીનો રહેવાસી છે અને અભિનેત્રીએ મોડી રાત્રે તેની પાસેથી લિફ્ટ લીધી હતી. મળતી માહિતી મુજબ બંને એકબીજાને ઓળખતા હતા. પોલીસની પૂછપરછમાં છોકરાએ જણાવ્યું કે તે શનિવારે રાત્રે પાંડેપુર વિસ્તારમાં આકાંક્ષાને મળ્યો હતો. ત્યારબાદ તેણે તેની પાસે લિફ્ટ માંગી હતી અને તેથી તે તેને હોટલમાં છોડી ગયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે.
આકાંક્ષાની માતાએ સારનાથ પોલીસ સ્ટેશને ગાયક સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણી સહિતની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. મુંબઈથી વારાણસી પહોંચેલી આકાંક્ષાની માતાએ પોલીસને આપેલા નિવેદનમાં સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહ પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. તેણે કહ્યું કે, સમર સિંહ તેની દીકરીને સતત ત્રણ વર્ષથી ટોર્ચર કરતો હતો અને તેને અન્ય કોઈ વ્યક્તિ સાથે કામ કરવા દેતો નહોતો. જ્યારે પણ તે અન્ય પ્રોજેક્ટ સાઈન કરતી ત્યારે તે તેની સાથે મારપીટ કરતો અને દુર્વ્યવહાર કરતો. સમર સિંહ પર આરોપ છે કે તેણે ન તો આકાંક્ષાને પૈસા આપ્યા અને ન તો તેને અન્ય કોઈની સાથે કામ કરવા દીધા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર