Home /News /entertainment /Valimai : અજીત સ્ટારર વલીમાઇના વર્લ્ડ ટીવી પ્રીમિયરની તારીખ જાહેર, જાણો કઇ ચેનલ પર આવશે

Valimai : અજીત સ્ટારર વલીમાઇના વર્લ્ડ ટીવી પ્રીમિયરની તારીખ જાહેર, જાણો કઇ ચેનલ પર આવશે

વલીમાઇના વર્લ્ડ ટીવી પ્રીમિયરની તારીખ જાહેર

આશરે 150 કરોડના બજેટ પર બનેલી અજીત સ્ટારર (Ajith Kumar) વાલીમાઈ (Valimai) ફિલ્મે એકલા તમિલનાડુમાં જ 100 કરોડથી વધુ અને દુનિયાભરમાં 250 કરોડથી વધુની કમાણી કરી હોવાનું કહેવાય છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ અને હિન્દી ((Valimai Hindi) માં એક સાથે રિલીઝ થઇ હતી.

વધુ જુઓ ...
    સાઉથ સુપરસ્ટાર અજીત કુમાર (Ajith Kumar) ના કમબેકની દર્શકો ભારે આતુરતા સાથે રાહ જોઇ રહ્યા હતા. દર્શકોની આ લાંબી રાહનો અંત સુપરહિટ રહી ચુકેલી ફિલ્મ વલીમાઇ (Valimai) સાથે આવ્યો. એક્શન અને થ્રીલરથી ભરપૂર આ ફિલ્મમાં અજીત કુમારે ફરી પોતાની અલગ જ છાપ છોડી દીધી છે. ત્યારે થીએટરોમાં ધમાલ મચાવ્યા બાદ અજીત કુમાર અભિનીત વલીમાઈ નાના પડદા પર હિટ થવાની તૈયારીમાં છે. એક્શનરનું 1 મેના રોજ ઝી તમિલ (Zee Tamil) પર તેનું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર (Valimai World TV Premiere Date) હશે. જણાવી દઇએ કે તે જ દિવસે અજીતનો જન્મદિવસ (Ajith's Birthday) છે.

    તાજેતરની બ્લોકબસ્ટર હિટ તેની સ્ટંટ કોરિયોગ્રાફી અને આકર્ષક ડ્રામા માટે લોકો દ્વારા ખૂબ પ્રશંસા જીતી ચૂકી હતી. સુપરસ્ટાર અજિત કુમાર અને હુમા કુરેશી સ્ટારર વલીમાઇનું નિર્દેશન વિનોથ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

    વિશ્વભરના થીએટરમાં ઉમટ્યા ફેન્સ

    24 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થયેલી વલિમાઈએ માત્ર સ્થાનિક બજારમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સિનેમાઘરોમાં ભારે ભીડ એકઠી કરવામાં સફળ રહી હતી. તેની વિશ્વવ્યાપી સફળતા પછી વાલીમાઈ હવે ઝી 5 પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે.

    કોપ ડ્રામામાં અજીત આઈપીએસ અધિકારીની ભૂમિકા ભજવતો જોવા મળે છે. એક્શન-પેક્ડ મસાલા એન્ટરટેઇનરનું નિર્માણ બોની કપૂરે કર્યું છે. અજીથ અને હુમા કુરૈશી ઉપરાંત, વલિમાઈએ કાર્તિકેય ગુમ્માકોંડા, યોગી બાબુ, પુગાઝ, સુમિત્રા, જીએમ સુંદર અને પર્લ માનેયએ પણ મુખ્ય ભૂમિકા ભજવી છે.

    ફિલ્મે કરી દમદાર 250 કરોડની કમાણી

    દરમિયાન, આશરે 150 કરોડના બજેટ પર બનેલી આ ફિલ્મે એકલા તમિલનાડુમાં જ 100 કરોડથી વધુ અને દુનિયાભરમાં 250 કરોડથી વધુની કમાણી કરી હોવાનું કહેવાય છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ અને હિન્દીમાં એક સાથે રિલીઝ થઇ હતી.

    આ પણ વાંચોPushpa Movie નો સ્ટાર અલ્લુ અર્જુન ટ્રાફિક નિયમોને લઈને કાયદાકીય મુશ્કેલીમાં મુકાયો, અહીં જાણો શું થયું

    યુવા શંકર રાજાએ આપ્યું છે સંગીત

    અજીતે આ ફિલ્મમાં પોતાના અભિનયથી ફરી એકવાર દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જ્યારે આ ફિલ્મ થિયેટરોમાં આવી ત્યારે અજીતની સ્ક્રીન પ્રેઝન્સને લઈને સિનેમા હોલમાં ચાહકોની તસવીરો અને વીડિયોએ સમગ્ર ઇન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી હતી. દર્શકો અજીતને મોટા પડદે જોઇને ઝૂમી ઉઠ્યા હતા. ફિલ્મ વલીમાઇ માટે યુવા શંકર રાજાએ સંગીત આપ્યું છે, જ્યારે સિનેમેટોગ્રાફી નીરવ શાહે કરી હતી અને એડિટિંગ વિજય વેલુકુટ્ટીએ કર્યું હતું.
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, South Cinema, South Cinema News

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો