Home /News /entertainment /

રસપ્રદ : ​​ અજીત ખાન રહેવા ઘર પણ ન હતુ, સિમેન્ટની પાઈપમાં રહેતા હતા, બોલીવુડના પ્રખ્યાત વિલનની કરિયર કહાની

રસપ્રદ : ​​ અજીત ખાન રહેવા ઘર પણ ન હતુ, સિમેન્ટની પાઈપમાં રહેતા હતા, બોલીવુડના પ્રખ્યાત વિલનની કરિયર કહાની

અજીત ખાન

Ajit khan birth anniversary : બોલીવુડની 200થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અજીતે (Ajit Khan) જયારે 'સારા શહેર મુજે લાયન કે નામ સે જાનતા હૈ' ડાયલોગ બોલ્યો ત્યારે તેમને તેમની અસલી ઓળખ મળી.

  Ajit khan birth anniversary : બોલીવુડ (Bollywood) ફિલ્મના હીરો (Hero) દર્શકોના દિલ - દિમાગમાં છવાઈ જાય છે. જયારે અમુક ફિલ્મોના વિલન (Villain) પણ દર્શકોના મનમાં ઊંડી છાપ છોડીને જાય છે. જેવા જ એક બોલિવૂડના પ્રખ્યાત વિલન અજીત ખાન (Ajit Khan) પોતાની અનોખી ડાયલોગ ડિલિવરી માટે જાણીતા હતા. 27 જાન્યુઆરી 1922ના રોજ હૈદરાબાદ (Hydrabad)માં જન્મેલા અજીતનું સાચું નામ હામિદ અલી ખાન (Hamid Ali Khan) હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે તેણે પોતાનું નામ બદલીને અજીત રાખ્યું હતું. અજીત ખાનના જન્મદિવસ પર આવી જ કેટલીક રસપ્રદ વાતો જાણીએ...

  બોલીવુડની 200થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અજીતે જયારે 'સારા શહેર મુજે લાયન કે નામ સે જાનતા હૈ' ડાયલોગ બોલ્યો ત્યારે તેમને તેમની અસલી ઓળખ મળી. આ ડાયલોગ ફિલ્મ 'કાલીચરણ'નો હતો. અજીત ખાન હિન્દી સિનેમાના એવા વિલેન હતા જેમણે ડાયલોગ ડિલિવરી સાથે દમદાર એક્ટિંગે ઘણી વખત ફિલ્મના હીરોને ઢાંકી દીધા હતા. આજે અજીતની જન્મજયંતિ પર જણાવી દઈએ કે અજિતનું વાસ્તવિક જીવન પણ કોઈ ફિલ્મી વાર્તાથી ઓછું ન હતું.

  ઘરેથી ભાગીને મુંબઈ આવ્યા

  અજીતને બાળપણથી જ અભિનયનો શોખ હતો. આ શોખ તેને મુંબઈ સુધી લઈ આવ્યો. જોકે, અભિનય માટે મુંબઈ આવવું તેમના માટે સરળ ન હતું. તેમના શોખને કોઈ સપોર્ટ ન મળતા તેઓ ઘરેથી ભાગીને માયાનગરી મુંબઈમાં પહોંચ્યા હતા. એવું કહેવાય છે કે, અજિતે પોતાનું સપનું પૂરું કરવા માટે પોતાના પુસ્તકો પણ વેચી દીધા હતા. મુંબઈ આવ્યા પછી જ તેની કારકિર્દીનો સાચો સંઘર્ષ શરુ થયો. કારણ કે, મુંબઈમાં તેમની પાસે ન તો રહેવાની જગ્યા હતી કે ન ખાવાની. આવી સ્થિતિમાં તેઓ ઘણા દિવસો સુધી સિમેન્ટમાં પાઈપમાં રહીને રાતો પસાર કરી. જોકે, તેમની મુશ્કેલી અહીં પણ અટકી ન હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થાનિક ગુંડાઓ અહીં પાઈપમાં રહેતા લોકો પાસેથી અઠવાડિયામાં ખંડણી લેતા હતા. પૈસા ન આપવા પર ગુંડાનો માર ખાવો પડતો હતો. એક દિવસ એવો હતો જયારે આ બૉલીવુડ વિલને ગુંડાઓ સામે બાથ ભીડી અને ગુંડાને હરાવીને ત્યાં રહેતા લોકો માટે તે હીરો બની ગયો. અજીત બાળપણમાં ઘરેથી ભાગીને મુંબઈ ન આવ્યો હોત તો કદાચ હિન્દી સિનેમાને પીઢ કલાકાર ન મળ્યો હોત.

  આ પણ વાંચોPICS : નેપાળની આ અભિનેત્રીએ ગ્લેમરસ સ્ટાઈલથી બનાવી હેડલાઈન્સ, સુંદરતા પર ફિદા થયા નેટીઝન્સ

  અજીતની ડાયલોગ ડિલિવરી બેસ્ટ

  'લીલી ડોન્ટ બી સિલી' અને 'મોના ડાર્લિંગ' આ બે ડાયલોગ એવા છે, જે સાંભળતા જ અજીત ખાનનો ચહેરો જનર સમક્ષ ચિતરાઈ જાય છે. આજે પણ લોકો ડાર્લિંગ શબ્દનો ઉપયોગ કરતી વખતે 'મોના ડાર્લિંગ' કહેતા હોય છે. તેની જેમ અજીતના એવા ઘણા ડાયલોગ છે, જેને લોકો આજે પણ વારંવાર રિપીટ કરતા જોવા મળે છે. જોકે, આ ડાયલોગ્સની ડિલિવરી જે રીતે અજીતે કરી તે રીતે ભાગ્યે જ કોઈ કરી શકે.

  આ પણ વાંચોMouni Roy Wedding: સૂરજ નામ્બિયારની થઈ મૌની રોય, Mouni Roy Wedding First Photo Out

  લોકો ભલે અજીતને વિલન તરીકે પસંદ કરતા હોય. પરંતુ, વાસ્તવમાં અજીત ક્યારેય ફિલ્મી પડદે વિલન બનવા માંગતા નહોતા, તેમણે માત્ર હીરો બનવાનું સપનું જોયું હતું. જયારે તેમણે અજીતે શરૂઆતના સમયગાળામાં કેટલીક ફિલ્મોમાં હીરો તરીકે પણ કામ કર્યું હતું પરંતુ તેમને તેમાં ધારી સફળતા મળી ન હતી અને જ્યારે તે વિલનની ભૂમિકામાં આવ્યો ત્યારે તે સૌકોઇમાં જાણીતો થઈ ગયો. અજિતે તેમના શાનદાર અભિનયથી હિન્દી સિનેમામાં તેમના પાત્રોને હંમેશ માટે અમર કર્યા. 'નયા દૌર', 'યાદો કી બારાત', 'નાસ્તિક', 'કાલીચરણ' જેવી ફિલ્મોમાં શાનદાર કામ કરનાર અજિતે 22 ઓક્ટોબર 1998ના રોજ દુનિયાને અલવિદા કહી દીધું.
  Published by:kiran mehta
  First published:

  Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday, જન્મદિવસ

  આગામી સમાચાર