ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલો એજાઝ ખાન કોરોના પોઝિટિવ, NCB અધિકારીનો થશે ટેસ્ટ

ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલો એજાઝ ખાન કોરોના પોઝિટિવ, NCB અધિકારીનો થશે ટેસ્ટ
એજાઝ ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ડ્રગ્સ મામલે ધરપકડ હેઠળ એજાઝ ખાન (Ajaz Khan)નો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ (Coivd-19 Positive) આવ્યો છે. એક્ટર હોસ્પિટલમાં દાખલ છે

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ડ્રગ્સ મામલે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)નાં બોલિવૂડ એક્ટર એજાઝ ખાન (Ajaz Khan)ની ધરપકડ થઇ ગઇ હતી. હવે તેમનો કોરોના રિપોર્ટ (covid-19 Positive)આવ્યો છે. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ તપાસમાં શામેલ અધિકારીઓનાં પણ હવે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તે અધિકારીઓનો પણ કોરોના ટેસ્ટ થશે જે આ કેસમાં તપાસમાં લાગેલાં છે અને જેઓ એજાઝનાં સંપર્કમાં હતાં.

  ડ્રગ્સ મામલે ધરપકડ કરાયેલાં એજાઝ ખાનનો બે દિવસ પહેલાં કોરોના ટેસ્ટ થયો હતો. અને ચાર એપ્રિલનાં તેનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે. આ મામલની સંપૂર્ણ જાણકારી NCB દ્વારા આપવામાં આવી છે. એજાઝ ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની તપાસ ચાલુ છે. આ કેસમાં NCB સતત એજાઝ ખાનની પૂછપરછમાં લાગેલાં છે.

  એજાઝ ખાનની મુશ્કેલીો હાલમાં ઓછુ થવાની નામ નથી લઇ રહી. પહેલાં તેનાં રિમાન્ડ ત્રણ એપ્રિલ સુધીનાં હતાં. બાદમાં તે વધારીને 5 એપ્રિલ કરવામાં આવ્યાં હતાં. આપને જણાવી દઇએ કે, ડ્રગ્સ ડિલર શાદાબ બટાટાની પૂછપરછ દરમિયાન એજાઝનું નામ સામે આવ્યું હતું. બટાટાની ધરપકડ બાદ તપાસ એજન્સીએ સાઉથ મુંબઇનાં તેમની ઓફિસમાં એજાઝની પૂછપરછ કરી હતી. અને તેનાં નિવેદન દાખલ થયાં બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

  એજાઝ ખાનને 31 માર્ચનાં મુંબઇ એરપોર્ટ પર પકડી લેવામાં આવ્યો ન હતો. જોકે, ધરપકડ બાદ એજાઝ ખાને દાવો કર્યો હતો કે તેનાં ઘરમાંથી ઉંઘી ગોળીઓ મળી હતી. જે તેની પત્ની લેતી હતી કારણ કે તેનું થોડા સમય પહેલાં જ મિસ કેરેજ થયું હતું. તે ડિપ્રેશનમાં ન જતી રહે તે માટે તે ઉંઘની ગોળી લેતી હતી.
  Published by:Margi Pandya
  First published:April 05, 2021, 14:38 IST

  ટૉપ ન્યૂઝ