મુંબઇ: ટીવી ડાન્સ રિયાલિટી શો 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર' (India's Best Dancer)નાં લાંબા ઇન્તેઝાર બાદ આખરે તેનો વિનર મળી ગયો છે. ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરની આ સિઝનમાં અજય સિંહ (Ajay Singh)ને એક ટ્રોફી મળી છે. તે શોમાં ટાઇગર પોપ (Tiger Pop)નાં નામથી જાણીતો હતો. અઝય સિંહને ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં જીત બદલ ઇનામમાં ટ્રોફીની સાથે સાથે 15 લાખ રૂપિયાનો ચેક અને એક કાર મલી છે. અજયની જીત પર તેનો પરિવાર ખુબ જ ખુશ છે.
રવિવારે શોનો ગ્રાન્ડ ફઇનાલે હતો. જેમાં અજયને સૌથી વધુ વોટ મળ્યાં હતાં જોકે, અજય પહેલેથી જ આ સિઝનનો વિજેતા માનવામાં આવતો જ હતો. અજય સિંહની કોરિયોગ્રાફર વર્તિકા ઝાને પણ પાંચ લાખ રૂપિયા મળ્યાં છે. અજય સિંહ બાદ મુકુલ જૈન બીજા નંબર પર અને શ્વેતા વોરિયર ત્રીજા નંબર પર રહ્યાં હતાં.
આપને જણાવી દઇએ કે, શોમાં ગીતા કપૂર, મલાઇકા અરોરા અને ટેરેન્સ લુઇસ જજ તરીકે નજર આવ્યાં હતાં. તો કોમેડિયન ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિંબાચિયા શોનાં હોસ્ટ હતાં. અજયને શોમાં તેનાં પોપ ડાન્સ માટે ઘણો પસંદ કરવામાં આવતો હતો.
અજયની ડાન્સ સ્કિલ્સથી શોનાં જજ ખુબજ ઇમ્પ્રેસ થઇ ગયા હતાં. તેમણે પહેલેથી જ અજય સિંહને એચડી પોપર નામનું ટાઇટલ આપ્યું હતું. આ ઉપરાંત શોમાં તેને સૌ કોઇ ટાઇગર કહીને બોલાવતા હતાં.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર