Home /News /entertainment /

અજય દેવગણ અદા કરશે વાયુસેના પાયલટનો રોલ, પાકિસ્તાન સાથે યુદ્ધ પર બનશે ફિલ્મ

અજય દેવગણ અદા કરશે વાયુસેના પાયલટનો રોલ, પાકિસ્તાન સાથે યુદ્ધ પર બનશે ફિલ્મ

અજય દેવગણ વાયુસેનાના પાયલટ વિજય કર્ણિકનું પાત્ર અદા કરશે તેમનાં જીવન પર બની રહી છે ફિલ્મ

અજય દેવગણ વાયુસેનાના પાયલટ વિજય કર્ણિકનું પાત્ર અદા કરશે તેમનાં જીવન પર બની રહી છે ફિલ્મ

    મુંબઇ: હાલમાં જ પાકિસ્તાથી પરત આવેલા ભારતીય એરફોર્સ પાયલટ અભિનંદન વર્ધમાન ઉપર ફિલ્મ બનાવવાની ચર્ચા હતી. ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનનાં બાલાકોટ વિસ્તારમાં કરવામાં આવેલા હવાઇ હુમલા બાદ વાયુસેના ઉફર ફિલ્મ બનાવ્યાની વાત નક્કી જ હતી પણ હવે સામે આવ્યું છે સર્જિકલ સ્ટ્રાઇક 2 બાદ વાયુસેના પર બનનારી પહેલી ફિલ્મ અજય દેવગણનાં નામે હશે. જોકે આ ફિલ્મ અભિનંદન પર નહીં પણ 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલાં યુદ્ધની હશે.

    અજય દેવગણ ઘણી વખત પોલીસ અને આર્મી ઓફિસરનાં રોલમાં નજર આવ્યો છે. પણ આ વખતે તે વાયુસેનાનાં લડાકૂ પાયલટનાં રોલમાં નજર આવશે. અજય દેવગણ સ્કવારડ્રન લીડર વિજય કાર્ણિકનાં કિરદારમાં નજર આવશે. વિજય અને તેમની ટીમે 1971નાં યુદ્ધ દરમિયના ગુજરાતનાં ભૂજમાં જઇને આસપાસનાં ગામમાં રહેનારા 300 મહિલાઓની મદદ માટે બોલાવવામાં આવ્યા હતાં.

    જો આપને યાદ હોય તો 1997માં આવેલા જે પી દત્તાની ફિલ્મ 'બોર્ડર'માં જેકી શ્રોફનાં કિરદાકર વિજય કાર્ણિકનાં કિરદાર પર જ આધારિત હતું અને યુદ્ધની પરિસ્થિતિ જોતા તે એક વિમાનને સની દેઓલની સાથે જ ગુજરાત મોકલવામાં આવે છે. આ તે જ જવાનની કહાની છે.

    વિજય કાર્ણિક પર આ ફિલ્મને ટી સીરીઝને ભૂષણ કુમાર બનાવવા જઇ રહ્યાં છે. વિજય જણાવે છે કે, આ હુમલામાં જો કોઇ ગ્રામિણ મહિલાનો જીવ જતો રહે છે તો આ સૌથી મોટુ નુક્શાન હોત. 'અમે તેમને સંપૂર્ણ ટ્રેનિંગ આપી હતી.'
    Published by:Margi Pandya
    First published:

    Tags: Ajay Devgn, Role, પાકિસ્તાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन