Ajay Devgn Interview : અજય દેવગને રવિના ટંડન પર લગાવ્યા હતા ગંભીર આરોપ, 'તે બોલિવૂડમાં સૌથી જૂઠ્ઠી...'
Ajay Devgn Interview : અજય દેવગને રવિના ટંડન પર લગાવ્યા હતા ગંભીર આરોપ, 'તે બોલિવૂડમાં સૌથી જૂઠ્ઠી...'
અજય દેવગન રવિના ટંડન વિવાદ
Ajay Devgn Interview : એવા કલાકારોમાં અજય દેવગન (Ajay devagan) નું નામ છે. જે વિવાદો સાથે સંકળાયેલો નથી. જોકે, વર્ષો પહેલા તે રવિના ટંડન (raveena tandon) સાથેના એક ગંભીર વિવાદમાં સપડાયો હતો
Ajay Devgn Interview : બોલિવૂડમાં અવારનવાર વિવાદો (Bollywood Controversy) સામે આવતા હોય છે. ઘણા શરમજનક કિસ્સા આપણા મન અને મગજને આઘાત પહોંચાડે છે. જોકે, અમુક કલાકારો (Actors) વિવાદથી ખૂબ દૂર રહે છે. આવા કલાકારોમાં અજય દેવગન (Ajay devagan)નું નામ છે. તેની સાથે વિવાદો સંકળાયેલા નથી. જોકે, વર્ષો પહેલા તે એક ગંભીર વિવાદમાં સપડાયો હતો. આ વાત 90ના દાયકાની છે.
90ના દાયકામાં અજયનું નામ ઘણી કો-સ્ટાર સાથે જોડાયું હોવાનું ચર્ચાય છે. અલબત્ત, 1999માં કાજોલ સાથે લગ્ન થયા બાદ આવી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. અભિનય કારકીર્દિના શરૂઆતના વર્ષોમાં અજય અને રવિના ટંડનના સંબંધો અંગે ઘણી ચર્ચાઓ વહેતી થઈ હતી. પરંતુ અજયે જુલાઈ 1994માં ફિલ્મફેર મેગેઝિનને આપેલા એક ઇન્ટરવ્યુમાં રવિના પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ વિવાદ છેડાયો હતો.
અજય દેવગણે જણાવ્યું હતું કે, રવીના ટંડન આખી ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટી જુઠ્ઠી છે અને તેણે સારા મનોચિકિત્સકની સલાહ લેવાની જરૂર છે. હું તેના પાયાવિહોણા આરોપો સહન કરી રહ્યો છું, જો હું તેના રહસ્યો સામે લાવવાનું શરૂ કરીશ તો રવીના કોઈને મોઢું નહીં બતાવી શકે.
અજયની આ કોમેન્ટ રવીના ટંડને તેના પર ડેટિંગ અને પછી કરિશ્મા કપૂર માટે તેને ચિટ કરવાનો આરોપ લગાવ્યા બાદ સામે આવી હતી. નવાઈની વાત એ છે કે, એ દિવસોમાં અજય દેવગણ, રવીના ટંડન અને કરિશ્મા કપૂર એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતાં. અજયે પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યું હતું કે, રવીના ટંડન ન તો મારી મિત્ર હતી કે ન તો મેં તેને ક્યારેય પ્રેમ કર્યો હતો. આ તેની કલ્પના હતી. રવીનાએ આ બધું માત્ર લાઇમલાઇટ અને પબ્લિસિટી માટે કર્યું હતું
કેટલાક મીડિયા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, અજય દેવગન દ્વારા રવિના સાથે છેતરપિંડી કરવામાં આવ્યા બાદ તે ગંભીર ડિપ્રેસનમાં સરકી ગઈ હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, રવીનાને ઘણી ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવી હતી અને તે સમયે તેની જગ્યાએ કરિશ્મા કપૂરને લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, 1994માં અજય દેવગણ અને રવીના ટંડન દિલવાલેમાં લીડ એક્ટર તરીકે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી અને પરેશ રાવલે પણ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. હેરી બાવેજા દ્વારા દિગ્દર્શિત અને પરમજીત બાવેજા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર