મરાઠા યોદ્ધાનાં અવતારમાં છવાયો અજય દેવગણ, જુઓ 'Tanhaji'નું Trailer

News18 Gujarati
Updated: November 19, 2019, 3:05 PM IST
મરાઠા યોદ્ધાનાં અવતારમાં છવાયો અજય દેવગણ, જુઓ 'Tanhaji'નું Trailer
ટ્રેલરની વાત કરીએ તો, તાન્હાજી- ધ અનસંગ વૉરિયરનાં ટ્રેલરમાં મરાઠાઓનાં ઇતિહાસની વધુ એક કહાની દર્શાવવામાં આવી છે.

ટ્રેલરની વાત કરીએ તો, તાન્હાજી- ધ અનસંગ વૉરિયરનાં ટ્રેલરમાં મરાઠાઓનાં ઇતિહાસની વધુ એક કહાની દર્શાવવામાં આવી છે.

  • Share this:
અજય દેવગણ (Ajay Devgn)ની અપકમિંગ ફિલ્મ 'તાન્હાજી- ધ અનસંગ વૉરિયર' (Tanhaji: The Unsung Warrior)નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. અજય દેવગણ આ ફિલ્મની સાથે એક પીરિયોડિકલ ડ્રામા લઇને આવે છે. આ ફિલ્મ તેનાં માટે ઘણી ખાસ છે. 'તાન્હાજી' અજય દેવગણનાં કરિયરની 100મી ફિલ્મ છે. તેની સાથે જ 12 વર્ષ બાદ અજય અને કાજોલ એક સાથે ઓનસ્ક્રિન જોડી જમાવતા નજર આવશે.

ટ્રેલરની વાત કરીએ તો, તાન્હાજી- ધ અનસંગ વૉરિયરનાં ટ્રેલરમાં મરાઠાઓનાં ઇતિહાસની વધુ એક કહાની દર્શાવવામાં આવી છે. અજય દેવગણ આ ફિલ્મમાં એક સૂબેદાર તાન્હાજી માલુસરેનાં પાત્રમાં નજર આવે છે. કોંઢાણાને બચાવવા માટે આ જંગમાં સૌને વિશ્વાસ છે કે તાન્હાજી જ આ કામ કરી શકીએ છીએ. તેમનો દુશ્મન છે ઉદયભાન. જેનો રોલ અદા કરી રહ્યો છે સૈફ અલી ખાન.આ ફિલ્મ આગામી વર્ષે 10 જાન્યુઆરીનાં રિલીઝ થશે. આપને જણાવી દઇએ કે આ પહેલાં અજય અને કાજોલ 'યૂ મી ઔર હમ'માં છેલ્લે સાથે નજર આવ્યા હતાં. આ ફિલ્મ વર્ષ 2008માં આવી હતી. અને હવે 12 વર્ષ બાદ આ જોડી ઓન સ્ક્રિન ફરી સાથે જોવા મળશે.
First published: November 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...