Home /News /entertainment /Thank God Controversy: અજય દેવગન અને સિદ્ધર્થ મલ્હોત્રાની વિરુદ્ધ કોર્ટમાં કેસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

Thank God Controversy: અજય દેવગન અને સિદ્ધર્થ મલ્હોત્રાની વિરુદ્ધ કોર્ટમાં કેસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

ફિલ્મ 'થેંક ગોડ' વિવાદોમાં ફસાઈ

ડાયરેક્ટર ચંદ્ર કુમારની આગામી ફિલ્મ 'થેંક ગોડ' મુશ્કેલિમાં આવી ગઈ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અજય દેવગન, રકુલપ્રીત સિંહ, અને સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે, જેને સારો રિસ્પોન્સ મળ્યો. જો કે, રિલીઝ પહેલા ફિલ્મ વિવાદમાં ઘેરાતી જોવા મળી રહી છે.

વધુ જુઓ ...
    ડાયરેક્ટર ચંદ્ર કુમારની આગામી ફિલ્મ 'થેંક ગોડ' મુશ્કેલિમાં આવી ગઈ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અજય દેવગન, રકુલપ્રીત સિંહ, અને સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે, જેને સારો રિસ્પોન્સ મળ્યો. જો કે, રિલીઝ પહેલા ફિલ્મ વિવાદમાં ઘેરાતી જોવા મળી રહી છે.

    અજય દેવગન સહિત આ લોકો પર કેસ


    વકીલ હિમાંશુ શ્રીવાસ્તવે જૌનપુર કોર્ટમાં ડાયરેક્ટર ઈન્દ્ર કુમાર, એક્ટર અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અરજદારનું નિવેદન 18 નવેમ્બરે નોંધવામાં આવશે. અરજદારના કહેવા પ્રમાણે, જે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, તેમાં ધર્મની મજાક ઉડાવવામાં આવી છે અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે.

    આ પણ વાંચોઃ- ‘તારત મહેતા’માં દિશા વાકાણીની વાપસી માટે આસિત મોદી કરી રહ્યા છે મહેનત, કહ્યું - દયા ભાભી નહીં આવે તો...

    પોતાની અરજીમાં શ્રીવાસ્તવે કહ્યું કે, અજય દેવગન સૂટ પહેરીને ચિત્રગુપ્તની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે અને સીનમાં તે જોક્સ સંભળાવે છે અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યો છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ચિત્રગુપ્તને કર્મને દેવતા માનવામાં આવે છે અને તે એક મનુષ્યના સારા અને ખરાબ કર્મોનો રેકોર્ડ રાખે છે. દેવતાઓનું આવું ચિત્રણ એક અપ્રિય પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે કારણ કે તેનાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે છે."

    ફિલ્મની કહાની શું છે


    ઈન્દ્ર કુમારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ યમલોકની કહાની પર આધારિત હશે. ફિલ્મમાં એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલપ્રીત સિંહ પતિ-પત્નીના રોલમાં છે. ફિલ્મમાં નોરા ફતેહીનું આઈટમ નંબર પણ છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 25 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Ajay Devgn, Sidharth malhotra

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन