અજય દેવગણની ફિલ્મ Tanhajiનો આ વીડિયો જોઈને રુવાડાં ઊભા થઈ જશે

News18 Gujarati
Updated: November 15, 2019, 5:59 PM IST
અજય દેવગણની ફિલ્મ Tanhajiનો આ વીડિયો જોઈને રુવાડાં ઊભા થઈ જશે
પોસ્ટરની તસવીર

અજય દેવગણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપરથી ફિલ્મનું મોશન પોસ્ટર રિલિઝ કર્યું હતું. જેમાં તેઓ સંપૂર્ણપણે સ્વરાજની વાત કરતા દેખાઈ રહ્યા છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ બૉલિવૂડ અભિનેતા (Bollywood actor) અજય દેવગણ (Ajay Devgn) આવનારા દિવસોમાં એકથી ચડિયાતી એક ફિલ્મો દર્શકો માટે રજૂ કરશે. જેમાં તાનાજી- ધ અનસંગ વૉરિયર (Tanhaji The Unsung Warrior) સૌથી ખાસ બનશે. આ ફિલ્મમાં અજય દેવગણ (Ajay Devgn)એક મરાઠા યોદ્ધા તરીકે દેખાશે. આ ફિલ્મના શૂટિંગ માટે તેમણે ખૂબ જ મહેનત કરી છે.

છેલ્લા કેટલાક દિવસોથી અજય દેવગણ 'તાનાજી- ધ અનસંગ વૉરિયર'ના નવા નવા પોસ્ટર્સ દર્શકોની સામે પોસ્ટ કરી રહ્યા છે. આ પોસ્ટરને જબરદસ્ત પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ત્યારબાદ આજે તેમણે પોતાના સોશિયલ મીડિયા (Social media) એકાઉન્ટ ઉપરથી ફિલ્મનું મોશન પોસ્ટર રિલિઝ કર્યું હતું. જેમાં તેઓ સંપૂર્ણપણે સ્વરાજની વાત કરતા દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ-નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો થોડી રાહ જુઓ, થશે મોટો ફાયદોઆ પણ વાંચોઃ-દૂધમાં ભેળસેળ છે કે નહીં? આવી રીતે ઘરે બેઠા જ જાણી શકશો

'તાનાજી- ધ અનસંગ વૉરિયર'નું મોશન પોસ્ટર જોઈને દર્શકોના રુવાડાં ઊભા થવા સ્વાભાવિક છે. અજય દેવગણ આગામી 19 નવેમ્બરના દિવસે ફિલ્મ તાનાજી- ધ અનસંગ વૉરિયરનું ટ્રેલર રિલિઝ કરશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા 'તાનાજી ધ અનસંગ વોરિયર'નું સૈફ અલી ખાનનું નવું પોસ્ટર રિલિઝ થયું છે.

આ પણ વાંચોઃ-OMG! દક્ષિણ કોરિયાની નદીનું પાણી રાતોરાત થયું લાલ, કારણ છે ભયાનક

આ ફિલ્મમાં અજય દેવગણ લીડ રોલમાં છે. અજય મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજીના રાજ્યકાળમાં તેમના સેનાપતિ રહી ચૂકેલ તાનાજી માલસુરેના રોલમાં છે. જ્યારે સૈફ અલી ખાન ફિલ્મમાં ઉદય ભાનના રોલમાં છે. આ ફિલ્મને અજય દેવગણે 'ટી સિરિઝ' સાથે મળીને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મના ડિરેક્ટર ઓમ રાઉત છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં અજય દેવગણ, સૈફ અલી ખાનની સાથે કાજોલ, શરદ કેલકર, પંકજ ત્રિપાઠી વગેરે સામેલ છે. ફિલ્મમાં કાજોલ સાવિત્રી માલસુરેના રોલમાં છે.
First published: November 15, 2019, 4:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading