Home /News /entertainment /અજય દેવગન કરશે ભગવાન અય્યપાના દર્શન, 1 મહિનાથી આ કડક નિયમોનું કરી રહ્યો છે પાલન

અજય દેવગન કરશે ભગવાન અય્યપાના દર્શન, 1 મહિનાથી આ કડક નિયમોનું કરી રહ્યો છે પાલન

અજય દેવગન ભગવાન અય્યપાના દર્શન કરવા સબરીમાલા મંદિરે જશે

અજય દેવગન (Ajay Devgn) છેલ્લા એક મહિનાથી ભગવાન અયપ્પાની યાત્રા (ayyappa temple) માટે ત્યાં જતા પહેલા તમામ કડક નિયમોનું પાલન કરી રહ્યો, સબરીમાલાની યાત્રા (sabarimala temple) એ ઇન્દ્રિયોની કસોટી વિશે છે.

    90ના દાયકાથી ફિલ્મોમાં કામ કરનાર અજય દેવગન (Ajay Devgn) આજે પણ પોતાની સ્ટાઈલ અને દેખાવથી લોકોના દિલ જીતે છે. અજય બોલિવૂડના પ્રખ્યાત અભિનેતાઓમાંથી એક છે, જેને ભગવાનમાં વિશેષ શ્રદ્ધા છે. તે ઘણીવાર મુંબઈના કાલી અને શનિ મંદિરોમાં પૂજા કરતો જોવા મળે છે. આ અભિનેતા બોલિવૂડ સાથે સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મની રિમેકમાં જોવા મળવાનો છે. ફિલ્મની શરૂઆત પહેલા અજય કેરળના સબરીમાલા મંદિર (sabarimala temple) ની મુલાકાત માટે રવાના થઈ ગયો છે, જ્યાં તે ભગવાન અયપ્પાના દર્શન (ayyappa temple) કરવા જઈ રહ્યો છે.

    એક મહિનાથી કડક નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે

    અજય દેવગણ આજે મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કરશે. ETimes માં એક અહેવાલ અનુસાર, અભિનેતા છેલ્લા એક મહિનાથી ભગવાન અયપ્પાની યાત્રા માટે ત્યાં જતા પહેલા તમામ કડક નિયમોનું પાલન કરી રહ્યો હતો.

    'વૃથમ' શું છે?

    મંદિરની સત્તાવાર વેબસાઇટ અનુસાર, સબરીમાલાની યાત્રા એ ઇન્દ્રિયોની કસોટી વિશે છે. યાત્રાળુઓ તીર્થયાત્રાની સફળતાપૂર્વક પૂર્ણતા માટે 'વૃથમ' તરીકે ઓળખાતું સાદું પવિત્ર જીવન જીવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

    કાળા કપડા પહેરવા, વાળ અને દાઢી ન કાપવા

    રિપોર્ટમાં એક સૂત્રનું કહેવું છે કે, અજયે એક મહિના સુધી અમુક ધાર્મિક વિધિઓનું પાલન કર્યું હતું. તે કાળા કપડા પહેરેલો જોવા મળ્યો હતો. તેણે એક મહિના સુધી તેના વાળ કે નખ કાપ્યા નથી અને તેણે દાઢી પણ નથી કરી. જો કે અજય દેવગન દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

    આ પણ વાંચોબોલિવૂડ 'ટાર્ઝન' હેમંત બિર્જેનો Road Accident માં આબાદ બચાવ, સાથે પત્ની પણ કરી રહી હતી મુસાફરી

    તે છેલ્લા 31 વર્ષથી બોલિવૂડમાં સક્રિય છે

    તમને જણાવી દઈએ કે, છેલ્લા 31 વર્ષથી તે બોલિવૂડમાં સક્રિય છે અને એકથી વધુ ફિલ્મો કરી રહ્યો છે. તેણે તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં સાબિત કરી દીધું હતું કે, તે ઉંચી રેસનો ઘોડો છે અને તેણે શરૂઆતથી જ એક કરતાં વધુ સારી ફિલ્મો કરી હતી. પરંતુ દરેક અભિનેતાની કારકિર્દીમાં સારા અને ખરાબ તબક્કા આવે છે અને અજય દેવગણને પણ શરૂઆતના દિવસોમાં અસ્વીકારનો સામનો કરવો પડ્યો હતો. રાષ્ટ્રીય યુવા દિવસના અવસર પર તેણે 20 વર્ષના અજય દેવગનના નામે એક પત્ર લખ્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ajay Devgn, Bollywood Latest News, Bollywood News in Gujarati, અજય દેવગન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन