અજય દેવગણના 'ફૂલ ઔર કાંટે'ના સ્પ્લિટ સ્ટંટ પર આનંદ મહિન્દ્રાએ પણ આપ્યું રિએક્શન, જુઓ Video

Ajay Devgn split video: બોલિવૂડ એક્ટર અજય દેવગણના આ સ્ટંટને બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રા (Anand Mahindra) એ પણ ટ્વિટ કર્યો છે

Ajay Devgn split video: બોલિવૂડ એક્ટર અજય દેવગણના આ સ્ટંટને બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રા (Anand Mahindra) એ પણ ટ્વિટ કર્યો છે

  • Share this:
    મુંબઈ : અજય દેવગને (Ajay Devgan) પોતાની કારકિર્દીની શરૂઆત એક એક્શન ફિલ્મથી કરી હતી. અજયે એક્શન હીરો તરીકે બોલિવૂડમાં (Action hero in Bollywood) પોતાની ઓળખ બનાવી અને બે દાયકાથી વધુ સમયથી ચાહકોના દિલ પર રાજ કરી રહ્યો છે. અજય દેવગણે 'ફૂલ ઔર કાંટે'માં બે બાઇક (phool aur kaante bike stunt) પર કરેલો સ્ટંટ તો બધાને યાદ જ હોય. અજયે ગોલમાલ 3 અને સન ઓફ સરદારમાં પણ આ સિગ્નેચર સ્ટંટ કર્યો છે. અજય દેવગને ફરી એકવાર આ સ્ટંટને રીક્રિએટ કર્યો છે. જે તેના ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછો નથી. તેણે તેના પ્રોજેક્ટમાં આ સીન કર્યો છે.

    બોલિવૂડ એક્ટર અજય દેવગણના આ સ્ટંટને બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રા (Anand Mahindra) એ પણ ટ્વિટ કર્યો છે. અને લખ્યું છે કે, 30 વર્ષ પહેલા, તેની પ્રથમ બોલિવૂડ ફિલ્મ, ફૂલ ઔર કાંટેમાં અજય દેવગણે તેનો ઓરિજીનલ માસ્ટર એક્ટ કર્યો હતો હવે, તેણે રિક્રિએટ કર્યો છે, આ વખતે મહિન્દ્રા માટે… વધુ માહિતી માટે જોતા રહો. નોંધનીય છે કે, આના પરથી લાગી રહ્યું છે કે, અજય દેવગણ મહિન્દ્રા કંપની સાથે કોઇ પ્રોજેક્ટ કરી રહ્યો છે.



    અજય દેવગણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેનો વીડિયો પણ શેર કર્યો છે. તે બાઇક પર ફૂલ ઔર કાંટેમાં આવો સ્ટન્ટ્સ કરતો જોવા મળ્યો હતો. જ્યારે હવે 30 વર્ષ પછી તે ટ્રક પર તેનો આ સ્ટંટ કરતો જોવા મળે છે અને તે ખરેખર જોવાની મજા આવે તેવો છે.

    સ્ટંટનો આ વીડિયો શેર કરતા તેણે લખ્યું, 'આને મને 30 વર્ષ પહેલાના સ્પ્લિટની યાદ અપાવી દીધી છે! તમારા માટે લાવી રહ્યા છે મનોરંજન અને વેલ્યૂની બેવડી ગેરંટી! વધુ વિગતો માટે જોડાયેલા રહો.








    View this post on Instagram






    A post shared by Ajay Devgn (@ajaydevgn)






    તમને જણાવી દઈએ કે, અજય દેવગન ટૂંક સમયમાં 'Into The Wild With Bear Grylls'ના ખાસ એપિસોડમાં જોવા મળશે. ડિસ્કવરીએ આ માટે અજય દેવગનને સાઇન કર્યો છે.

    આ પણ વાંચો- કૃતિ સેનને રૂ. 2.43 કરોડમાં ખરીદી Mercedes Maybach GLS 600, અહીં જાણો આ વૈભવી કારનાં ખાસ ફીચર્સ

    આ શો ડિસ્કવરી પ્લસ (Discovery+ ) એપ પર આવશે. આ માટે અજય દેવગન ચાર્ટર્ડ પ્લેન દ્વારા માલદીવ જવા રવાના થયા છે.

    ફૂલ ઔર કાંટે ફિલ્મનો સીન


    વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અજય દેવગનની ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા તાજેતરમાં રિલીઝ થઈ હતી. આ સિવાય તે સંજય લીલા ભણસાલીની 'ગંગુબાઈ કાઠિયાવાડી', એસએસ રાજામૌલીની 'આરઆરઆર' અને સ્પોર્ટ્સ ડ્રામા 'મેદાન' જેવી ફિલ્મોમાં જોવા મળશે.
    Published by:Kaushal Pancholi
    First published: