Home /News /entertainment /Video: અજય દેવગણની ઓનસ્ક્રીન દીકરી થઈ પ્રેગ્નેન્ટ, એરપોર્ટ પર ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ
Video: અજય દેવગણની ઓનસ્ક્રીન દીકરી થઈ પ્રેગ્નેન્ટ, એરપોર્ટ પર ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ
અજય દેવગણની ઓનસ્ક્રીન દીકરી થઈ પ્રેગ્નેન્ટ
અજય દેવગણની ઓનસ્ક્રીન દીકરી જલ્દી મા બનવાની છે. એક્ટ્રેસ હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર સ્પૉટ થઈ હતી. આ દરમિયાન એક્ટ્રેસ પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
મુંબઈઃ અજય દેવગણની ફિલ્મ 'દ્રશ્યમ 2'એ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી દીધા હતા. આ ફિલ્મમાં અજય દેવગણની પત્નીનો રોલ શ્રેયા સરને તેમજ તેની દીકરીનું પાત્ર ઇશિતા દત્તાએ ભજવ્યુ હતું. વળી અજય દેવગણની ઓનસ્ક્રીન દીકરી જલ્દી જ એક ગુડન્યૂઝ આપવાની છે. ઈશિતા હાલમાં મુંબઈ એરપોર્ટ પર સ્પૉટ થઈ હતી. આ સાથે તેણી પોતાનું બેબી બમ્પ પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી હતી. ઈશિતાનો આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને તમામ લોકો તેણીને શુભકામના પાઠવી રહ્યા છે.
ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ
ઈશિતા દત્તાએ ફિલ્મ 'દ્રશ્યમ 2'માં અંજુનો રોલ કર્યો હતો. આ રોલમાં અંજુ ડરી સહેમી જોવા મળી હતી. હવે અજય દેવગણની ઓનસ્ક્રીન દીકરી ઈશિતા પ્રેગ્નન્ટ છે. ઈશિતા થોડા સમય પહેલા જ પૈપરાઝીની સામે પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતા જોવા મળી હતી.
મુંબઈ એરપોર્ટ પર ઈશિતા બ્રાઉન કલરના ટાઈટ વન-પીસમાં જોવા મળી હતી. ઈશિતાએ કેમેરા સામે પોતાના બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો. આ સાથે તેણી મોટી સ્માઈલ અને લાઇટ મેકઅપમાં જોવા મળી હતી. જોકે આ પહેલા પણ ઈશિતા દત્તાનની પ્રેગ્નેન્સીની ખબર ઉડી રહી હતી.
આ સાથે, તેણી ના ચહેરા પર મોટી સ્મિત અને હળવા મેકઅપ સાથે જોવા મળી હતી. જો કે આ પહેલા પણ ઈશિતા દત્તાની પ્રેગ્નન્સીના સમાચારો ઉડી ચુક્યા છે. પરંતુ તે સમયે આ વાત ફક્ત અફવા સાબિત થઈ હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો ઈશિતાની ફિલ્મ 'દ્રશ્યમ 2'એ બોક્સ ઓફિસને માલામાલ કરી દીધું હતું. અત્યારે તો ઈશિતા તેની પ્રેગ્નન્સી એન્જોય કરી રહી છે.
તનુશ્રી દત્તાની નાની બહેન ઈશિતા દત્તાએ વર્ષ 2017માં બોલિવૂડ એક્ટર વત્સલ સેઠ સાથે લગ્ન કર્યા હતા. વિશાલને 'ટાર્ઝન ધ વન્ડર કાર'થી ખ્યાતિ મળી હતી. હાલમાં વિશાલ અને ઈશિતા તેમના આવનાર બાળક માટે ખૂબ જ ઉત્સાહિત છે. જણાવી દઈએ કે, ઈશિતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આવનારા દિવસોમાં તે એક યા બીજા ફોટો શેર કરીને ફેન્સ સાથે જોડાયેલી રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર