'ગંગૂબાઇ કાઠિયાવાડી'માં વિલન બનશે AJAY DEVGN, 27 ફેબ્રુઆરીથી કર્યુ શૂટિંગ શરૂ

'ગંગૂબાઇ કાઠિયાવાડી'માં વિલન બનશે અજય દેવગણ

આ પહેલી વખત છે જ્યારે અજય દેવગણ અને આલિયા ભટ્ટ ઓનસ્ક્રીન એક સાથે નજર આવશે. બીજુએ કે, અજય દેવગન 22 વર્ષ બાદ સંજય લીલા ભણસાલીની સાથે આ ફિલ્મમાં નજર આવશે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં ફેમસ ડિરેક્ટર સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali)એ હાલમાં જ તેની અપકમિંગ ફિલ્મ 'ગંગૂબગાઇ કાઠિયાવાડી' (Gangubai Kathiavadi)નું ટીઝર રિલીઝ કર્યું છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) નજર આવી રહી છે. હવે આ ફિલ્મમાં અજય દેવગણની એન્ટ્રી થઇ ગઇ છે.

  આજથી એટલે કે 27 ફેબ્રુઆરીથી અજય દેવગણ (Ajay Devgan) આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. અજય દેવગણ ફિલ્મમાં વિલનનાં રોલમાં નજર આવશે.

  આ પહેલી વખત છે જ્યારે અજય દેવગણ અને આલિયા ભટ્ટ ઓનસ્ક્રીન એક સાથે નજર આવશે. બીજુએ કે, અજય દેવગન 22 વર્ષ બાદ સંજય લીલા ભણસાલીની સાથે આ ફિલ્મમાં નજર આવશે. આ પહેલાં અજય દેવગણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમ'માં કામ કર્યું હતું. માનવામાં આવે છે કે, તે ફિલ્મમાં કરીમ લાલાનાં રોલમાં નજર આવી શકે છે. કરીમ લાલા જ તે વ્યક્તિ છે જેનાંથી ગંગૂબાઇએ ન્યાયની અરજી કરી હતી.  ટીઝરમાં આપ જોઇ શકો છો કે, આલિયા ભટ્ટ (Alia Bhatt)ની ધાકડ એક્ટિંગ નજર આવે છે. ફેન્સ ને આલિયાનો આ અંદાજ ખુબજ પંસદ આવી રહ્યો છે. ટીઝરમાં આપ જોઇ શકો છો કે, આલિયા ભટ્ટની ધાકડ એક્ટિંગ. ટીઝરની શરૂઆત થતા જ બેકગ્રાઉન્ડમાં આવાજ આવે છે, 'કમાઠીપુરામે કભી રાત નહીં હોતી.. ક્યોકિ વહાં ગંગૂ રહેતી હૈ.. ગંગૂ ચાંદ થી ઓર ચાંદ હી રહેગી.'
  Published by:Margi Pandya
  First published: