અજય દેવગનને ટક્કર આપશે પ્રિયંકા ચોપડા, આજે રિલીઝ થશે આ ત્રણ ફિલ્મ

અજય દેવગનની 'ટોટલ ધામલ' સાથે, આજે અન્ય ત્રણ ફિલ્મો રિલીઝ થઈ રહી છે.

આજે અજય દેવગનની (Ajay Devgn) ની ફિલ્મ 'ટોટલ ધમાલ' (Total Dhamaal) રિલીઝ થઇ રહી છે ત્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર ધમાકો મચાવવા તૈયાર છે પ્રિયંકા ચોપડાની ફિલ્મ ફાયરબ્રાન્ડ (Firebrand) અને અર્જુન રામપાલ (Arjun Rampal)ની વેબ શ્રેણી 'ધ ફાઇનલ કોલ' (The Final Call).

 • Share this:
  આજે રિલીઝ થઇ રહી છે અજય દેવગનની મલ્ટી સ્ટારર કોમેડી ડ્રામા ફિલ્મ ટોટલ ધમાલ. ઇન્દર કુમારની આ ફિલ્મ આ વર્ષે સૌથી મોટી ફિલ્મ બની શકે છે. આ માટે અનેક કારણો છે. પહેલા તો અજય દેવગન પોતે જ છે. કારણ કે અજય દેવગનનો એકશન અવતારને જેટલો પસંદ કરવામાં આવે છે એટલો જ કોમેડી ફિલ્મો ચાલે છે. 'ગોલમાલ' શ્રેણી આ વાતનો પુરાવો છે. જ્યારે 'ટોટલ ધમાલ' પણ ખાસ છે. અનિલ કપૂર અને માધુરી દિક્ષિતની જોડી ખાસ છે. આ ફિલ્મ કોમેડી સાથે એક જબરદસ્ત સ્ટંટ પણ લઇને આવી રહી છે.

  અજય દેવગનની 'ટોટલ ધામલ' સાથે, આજે અન્ય ત્રણ ફિલ્મો રિલીઝ થઈ રહી છે. બોક્સ ઓફિસ પર અજય ડિજિટલ પ્લેટફોર્મ પર ટક્કર આપવા માટે તૈયાર છે. તો અર્જૂન રામપલની વેબ સિરીઝ ધ ફાઇલ કોલ રિલીઝ થઇ રહી છે. આ વેબ સિરીઝ ZEE 5 પર આવી રહી છે. રિલીઝ પહેલા આ સિરીઝ જબરદસ્ત ચર્ચામાં આવી હતી. શરુઆતમાં 4 એપિસોડ આજે જ રિલીઝ કરવામાં આવશે, જ્યારે 4 એપિસોડ માર્ચમાં રિલીઝ કરવામાં આવશે.  પ્રિયા કુમારના પુસ્તક પર આવી 'આઇ વિલ ગો વિથ યુ' પર આધારિત આ વેબ સિરીધ એક થ્રિલર શ્રેણી છે. આમા અર્જુન રામપાલ પાયલોટની ભૂમિકામાં નજર આવશે. તેમને આ ભૂમિકા માટે ફ્લાઇટની વિશેષ તાલીમ લીધી છે. ખાસ વાત એ છે કે આ અર્જૂનની આ પહેલી વેબ શ્રેણી છે.

  બીજી બાજુ પ્રિયંકા ચોપડા પણ ટક્કર આપવા તૈયાર છે. તેમની મરાઠી ફિલ્મ 'ફાયરબ્રાન્ડ' આજે નેટફિક્સ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અરુણા રાજે કરી રહી છે. આ ફિલ્મ Netflix પર રિલીઝ કરવામાં આવશે.
  Published by:Bhoomi Koyani
  First published: