અજય દેવગણની ફિલ્મ ‘મેદાન’ આવતા વર્ષે થશે રિલીઝ, જુઓ 2022માં કઈ ફિલ્મો થશે રિલીઝ

આ ફિલ્મ ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મેનેજર અને પૂર્વ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક છે.

અજય દેવગણની ફિલ્મ ‘મેદાન’ (Maidaan) આગામી વર્ષે 3 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મેનેજર અને પૂર્વ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક છે.

  • Share this:
મુંબઈ: અજય દેવગણની ફિલ્મ ‘મેદાન’ (Maidaan) આગામી વર્ષે 3 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મેનેજર અને પૂર્વ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક છે. સૈયદ અબ્દુલ રહીમ વર્ષ 1950થી 1963 એટલે કે, 13 વર્ષ સુધી ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મેનેજર રહી ચૂક્યા છે. આ ફિલ્મ અંગે અફવા ફેલાવવામાં આવી હતી કે, ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. અબ્દુલ રહીમને ભારતીય ફૂટબોલના વાસ્તુકાર માનવામાં આવે છે. આ ફિલ્મ બોની કપૂર, ઝી સ્ટુડિયોઝ, આકાશ ચાવલા અને અરુણ જોયે સાથે મળીને પ્રોડ્યૂસ કરી છે.

ફિલ્મ ‘મેદાન’નું નિર્દેશન અમિત રવિન્દ્રનાથ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. અભિનેતા અજય દેવગણે સોશિયલ મીડિયા પર રિલીઝ ડેટ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ‘મેદાન એક એવી વાર્તા છે, જે દરેક ભારતીય સાથે ગૂંજશે. સમગ્ર વિશ્વમાં 3 જૂન 2022ના રોજ આ ફિલ્મ રિલીઝ થશે.’ ફિલ્મ ‘મેદાન’ ખૂબ જ મોટા સ્કેલ પર અને હિંદીની સાથે તમિલ, તેલુગૂ તથા મલયાલમ એમ કુલ 4 ભાષામાં રિલીઝ કરવામાં આવશે.

મેદાન રિલીઝ થાય તેના એક સપ્તાહ પહેલા 29 એપ્રિલ 2022ના રોજ ફિલ્મ ‘મે ડે’ રિલીઝ થશે. મેદાન ફિલ્મની રિલીઝ ડેટમાં અનેક વાર ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મ 11 ડિસેમ્બર 2020ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ 13 ઓગસ્ટ 2021 કરવામાં આવી હતી. ત્યારબાદ આ ફિલ્મ દશેરા 15 ઓક્ટોબરના રોજ રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું. ફરી એકવાર આ ફિલ્મની રિલીઝ ડેટ બદલીને 3 જૂન 2022 કરવામાં આવી છે, જેથી હવે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મ ‘મે ડે’ બોલીવુડ અભિનેતા અજય દેવગણના નિર્દેશનમાં બનાવવામાં આવી છે. અજય દેવગણ ફિલ્મ ‘મેદાન’માં ફૂટબોલ કોચ અબ્દુલ રહીમનું પાત્ર ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં પ્રિયમણી અને ગજરાજ રાવ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

કોરોના કાળમાં અજય દેવગણે લોકડાઉનમાં ઘરે જ સમય વિતાવ્યો છે. આ સમય દરમિયાન તેમણે કેટલીક પટકથાઓ વાંચી છે અને મ્યુઝીક વિડીયો ‘ઠહર જા’ પણ બનાવ્યો છે. કોરોનાની પહેલી લહેર કાબૂમાં આવ્યા બાદ તેમણે ફિલ્મ ‘ભુજ- ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’નું શુટીંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કર્યાના થોડાક દિવસ બાદ ફિલ્મ ‘મે ડે’ની જાહેરાત કરી હતી. અજય દેવગણ આ ફિલ્મમાં અભિનેતા અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મ ‘મે ડે’ એક થ્રિલર ડ્રામા ફિલ્મ છે અને આ ફિલ્મનું શુટીંગ શરૂ થઈ ચૂક્યું છે.

આ પણ વાંચો: Bigg Boss 15: જંગલ થિમ પર બનેલાં બિગ બોસનાં ઘરનાં જોઇ લો Inside Photos

વર્ષ 2022માં આવનારી ફિલ્મો આ પ્રમાણે છે.

રિલીઝ ડેટ ફિલ્મ

14 જાન્યુઆરી 2022 રાધેશ્યામ

21 જાન્યુઆરી 2022 પૃથ્વીરાજ

14 ફેબ્રુઆરી 2022 લાલ સિંહ ચઢ્ઢા

25 ફેબ્રુઆરી 2022 જયેશભાઈ જોરદાર

4 માર્ચ 2022 બચ્ચન પાંડે

18 માર્ચ 2022 શમશેરા

18 માર્ચ 2022 લવરંજન નિર્દેશિત રણવીર કપૂરની ફિલ્મ

25 માર્ચ 2022 ભૂલ ભૂલૈયા 2

01 માર્ચ 2022 રોકેટ્રી ધ નંબી ઈફેક્ટ

14 એપ્રિલ 2022 KGF ચેપ્ટર 2

14 એપ્રિલ 2022 ભેડિયા

14 એપ્રિલ 2022 સાલાર

29 એપ્રિલ 2022 હીરોપંતી 2

29 એપ્રિલ 2022 મે ડે

3 જૂન 2022 મેદાન

8 જુલાઈ 2022 એક વિલન રિટર્ન્સ

11 ઓગસ્ટ 2022 રક્ષાબંધન

11 ઓગસ્ટ 2022 આદિપુરુષ

15 ઓગસ્ટ 2022 ગરુડ

30 સપ્ટેમ્બર 2022 વિક્રમવેદ

24 ઓક્ટોબર 2022 રામસેતુ

23 ડિસેમ્બર 2022 ગણપથ પાર્ટ 1

26 જાન્યુઆરી 2023 ફાઈટર
Published by:kuldipsinh barot
First published: