ફૂટબોલ આધારિત ફિલ્મ 'મેદાન'નું પોસ્ટર રિલીઝ, અજય દેવગણ છે લિડ રોલમાં

News18 Gujarati
Updated: August 19, 2019, 4:21 PM IST
ફૂટબોલ આધારિત ફિલ્મ 'મેદાન'નું પોસ્ટર રિલીઝ, અજય દેવગણ છે લિડ રોલમાં
અજય દેવગણની ફૂટબોલ બેઝ ફિલ્મની જાહેરાત થઇ ગઇ છે. આ ફિલ્મમાં તેની સાથે સાઉથ એક્ટ્રેસ ક્રીતિ સુરેશ કામ કરશે

અજય દેવગણની ફૂટબોલ બેઝ ફિલ્મની જાહેરાત થઇ ગઇ છે. આ ફિલ્મમાં તેની સાથે સાઉથ એક્ટ્રેસ ક્રીતિ સુરેશ કામ કરશે

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર અજય દેવગણની એક બાદ એક ઘણી ફિલ્મો લાઇનમાં છે. આ વર્ષે તેની બે ફિલ્મો 'દે દે પ્યાર દે' અને 'ટોટલ ધમાલ' રિલીઝ થઇ ગઇ છે. બંને જ કોમેડી ફિલ્મ હતી. જેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો. હાલમાં જ અજયની નવી ફિલ્મની જાહેરાત થઇ ગઇ છે. આ ફિલ્મ સ્પોર્ટ્સ પર આધારિત હશે. આ ફિલ્મનાં પોસ્ટરની સાથે તેની જાહેરાત કરવામાં આવી છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, અજય દેવગણી અપકમિંગ ફિલ્મ જે ફૂટબોલ પર આધારિત છે, તેનું ટાઇટલ 'મેદાન' હશે. તેમાં તેની સાથે સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક્ટ્રેસ કીર્તિ સુરેશ નજર આવશે. આ કીર્તિની પહેલી બોલિવૂડ ફિલ્મ હશે. જેને અમિત રવિન્દ્રનાથ શર્મા ડિરેક્ટ કરશે. જે પહેલાં 'બધાઇ હો' જેવી સુપરહિટ ફિલ્મ ડિરેક્ટ કરી ચુક્યો છે.

ફૂટબોલ પર આધારિત 'મેદાન' ફિલ્મને બોની કપૂર, આકાશ ચાવલા, અરુનાવા જોય સેનગુપ્તા પ્રોડ્યુસ કરશે. આજથી જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું. આ ફિલ્મમાં ભારતીય ફૂટબોલનાં ગોલ્ડન એરાને દર્શાવવામાં આવ્યું છે. આ કહાની 1952-1962નાં દાયકાની છે. આ ફિલ્મમાં અજય દેવગણ ફૂટબોલ કોચ સૈય્યદ અબ્દૂલ રહિમનું પાત્ર ભજવી રહ્યો છે.આપને જણાવી દઇએ કે અજય દેવગણની બાકી ફિલ્મો આ ફિલ્મથી તદ્દન અલગ છે. હાલમાં આ વિશે વધુ કોઇ માહિતી સામે આવી નથી.
First published: August 19, 2019, 3:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading