બોલીવુડનો સિંઘમ બન્યો મસીહા, લોકોની મદદ માટે દાનમાં આપ્યા 1 કરોડ રૂપિયા

બોલીવુડનો સિંઘમ બન્યો મસીહા, લોકોની મદદ માટે દાનમાં આપ્યા 1 કરોડ રૂપિયા

કોરોના અંગે લોકોને મદદ કરવા માટે અનેક સેલિબ્રિટીઝ આગળ આવ્યા છે

  • Share this:
મુંબઈ : દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલોમાં ઓક્સિજનની ખૂબ જ અછત જોવા મળી રહી છે. સરકારે આ અછતને નિવારવા માટે અનેક પગલા લીધા છે. કોરોના અંગે લોકોને મદદ કરવા માટે અનેક સેલિબ્રિટીઝ આગળ આવ્યા છે. ત્યારે બોલીવુડના સિંઘમ અજય દેવગણે પણ મદદ કરી છે.

અજય દેવગણે બોલીવુડના સહયોગીઓની મદદથી મુંબઈ નગર નિગમ (BMC)ને 1 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ રકમની મદદથી 20 કોવિડ બેડ્સ બનાવવામાં મદદ મળશે. આ કોવિડ બેડ્સ મુંબઈના શિવાજી પાર્ક વિસ્તારમાં બનાવવામાં આવશે. આ રકમ અજય દેવગણની સંસ્થા NY ફાઉન્ડેશને દાનમાં આપી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બિગ બોસના સ્પર્ધક વિંદૂ દારા સિંહે ટ્વિટર પર પોસ્ટ કરીને જાણકારી આપી છે.

આ પણ વાંચો - ઓક્સિજન, બેડ અને પ્લાઝ્મા સહિતની વિગતો જોઈએ છે? આ રહ્યા સોર્સ

કોવિડ બેડ્સ ICUમાં પેરા-મોનિટર, વેન્ટિલેટર, ઓક્સિજન સહિતની તમામ જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. હિંદુજા હોસ્પિટલ, BMC અને બોલીવુડના સહયોગથી આ કોવિડ બેડ્સ બનાવવામાં આવશે. ત્યારે અજય દેવગણના કામની લોકો ખૂબ જ સરાહના કરી રહ્યા છે.

આ કપરી પરિસ્થિતિમાં બોલીવુડના અનેક સેલેબ્સ મદદ માટે આગળ આવ્યા છે. કોઈ જરૂરિયાતમંદને ભોજન આપી રહ્યું છે, તો કોઈ CM રાહત ફંડમાં આર્થિક મદદ કરી રહ્યું છે. સોશિયલ મીડિયાની મદદથી અનેક બોલીવુડ સ્ટાર જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવે છે. અભિનેત્રી આલિયા ભટ્ટે પણ આ કપરા સમયમાં જરૂરી સંસાધનોને લોકો સુધી પહોંચાડવા માટે મદદ કરી છે. તે BMC, ઓક્સિજન અને બેડ્સની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે.
First published: