Home /News /entertainment /

દિગ્ગજ ગાયક ભૂપિન્દ્ર સિંહના નિધનથી અજય દેવગન ભાવુક: નરેન્દ્ર મોદીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી

દિગ્ગજ ગાયક ભૂપિન્દ્ર સિંહના નિધનથી અજય દેવગન ભાવુક: નરેન્દ્ર મોદીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી

ભૂપેન્દ્ર સિંહના નિધનથી અજય દેવગન ભાવુક.

મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના લેજેન્ડ્રી ગાયક ભૂપેન્દ્ર સિંહનું 82 વર્ષની વયે નિધન થઈ ગયું છે. તેમણે ‘દુનિયા છૂટે યાર ના છૂટે’ ( ધર્મ કાંટા), ‘બીતી ના બિતાઈ રૈના’ (પરિચય), ‘દિલ ઢૂંઢતા હૈ’ (મૌસમ), ‘નામ ગુમ જાયેગા’ જેવા ઘણા લોકપ્રિય ગીત ગાયા હતા

વધુ જુઓ ...
  મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના લેજેન્ડ્રી ગાયક ભૂપેન્દ્ર સિંહનું 82 વર્ષની વયે નિધન થઈ ગયું છે. તેમણે ‘દુનિયા છૂટે યાર ના છૂટે’ ( ધર્મ કાંટા), ‘બીતી ના બિતાઈ રૈના’ (પરિચય), ‘દિલ ઢૂંઢતા હૈ’ (મૌસમ), ‘નામ ગુમ જાયેગા’ જેવા ઘણા લોકપ્રિય ગીત ગાયા હતા. પોતાના અવાજથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવનાર ભૂપેન્દ્રના ગીતો હંમેશાં તેમના ફેન્સના દિલમાં રાજ કરશે. સિંગરના નિધન પર શોક વ્યક્ત કરતા બોલિવૂડના ઘણા સેલેબ્સ અને સિંગર્સે ટ્વિટર દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે.  અજય દેવગને ટ્વીટમાં લખ્યું, “ભૂપિન્દ્રજીના નિધનથી ઘણું દુઃખ થયું. તેમના અવાજે લાખો લોકોને ખુશી આપી અને તેમના અવાજમાં એક યુનિકનેસ પણ હતી જે લોકોના ચહેરા પર મુસ્કાન લાવતી હતી. તેમના પરિવારને મારી સંવેદના. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.”

  વિશાલ દદલાનીએ કહ્યું તેમનો અવાજ જ તેમની ઓળખ હતી

  વિશાલ દદલાનીને ભૂપિન્દ્ર સિંહના નિધનના સમાચાર મળ્યા પછી દિગ્ગજ સિંગરને શ્રદ્ધાંજલિ પાઠવી. તેણે ટ્વિટ કરતા લખ્યું, ભૂપિન્દ્રજીની યાદમાં, એક સારા સમયનો સારો અવાજ, આ ઘણા દુઃખની વાત છે કે લતાજીની જેમ તેઓ પણ આપણને છોડીને જતા રહ્યા. જો કે તેમને સુંદર રીતે આરડી બર્મનનું ગીત ‘નામ ગુમ જાયેગા’ ગીત ગાયું. તેમનો અવાજ જ તેમની ઓળખ છે અને હંમેશાં યાદ રહેશે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી  ભૂપેન્દ્ર સિંહને શ્રદ્ધાંજલિ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લખે છે કે, દાયકાઓથી યાદગાર ગીત આપનાર શ્રી ભૂપેન્દ્ર સિંહજીના નિધનથી વ્યથિત છું. તેમના કામે ઘણા લોકોને પ્રભાવિત કર્યા. આ દુઃખના સમયમાં મારી સંવેદનાઓ અને પ્રાર્થના તેમના પરિવાર અને પ્રશંસકોની સાથે છે. ઓમ શાંતિ.

  સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા હતા ભૂપિન્દ્ર સિંહ

  લોકોના ચહેરા પર સ્માઈલ લાવનાર સિંગર ભૂપિન્દ્ર સિંહ છેલ્લા ઘણા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને આ વાતની જાણકારી તેમની પત્ની અને તેમની સાથે ઘણા ગીત ગાય ચૂકેલ ગાયિકા મિતાલી સિંહે આપી. મ્યુઝિક ડાયરેક્ટર ઉત્તમ સિંહના અનુસાર, ભૂપિન્દ્ર સિંહના અંતિમ સંસ્કાર મંગળવારે કરવામાં આવશે. તેમના ગીતોની વાત કરીએ તો તેમને ‘સત્તે પે સત્તા’, ‘અહિસ્તા અહિસ્તા’, ‘દૂરિયા’ જેવી ફિલ્મો માટે ગીતો ગાયા હતા.
  Published by:Priyanka Panchal
  First published:

  Tags: Ajay Devgn

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन