'સિંઘમ', 'સિંબા' અને 'સુર્યવંશી' એક સાથે! અજયે શેર કરી તસવીર

News18 Gujarati
Updated: May 6, 2019, 2:17 PM IST
'સિંઘમ', 'સિંબા' અને 'સુર્યવંશી' એક સાથે! અજયે શેર કરી તસવીર
અજય દેવગણનાં ઇન્સ્ટાગ્રામ પરથી

અક્ષય કુમાર 'સિંઘમ' ફ્રેન્ચાઇઝીનો ભાગ બનવા જઇ રહ્યો છે તેની 'સુર્યવંશી' ફિલ્મ પણ રોહિત શેટ્ટી જ બનાવશે

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: અજય દેવગણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર ખાસ તસવીર શેર કરી છે. જેમાં તે રોહિત શેટ્ટી અને કરણ જોહરની સાથે નજર આવે છે. આ તસવીરની ખાસ વાત એ છે કે આ સિંઘમની ફ્રેન્ચાઇઝી ફિલ્મો અંગે છે. રોહિત શેટ્ટીનાં ડિરેક્શનમાં બનેલી અને બનવા જઇ રહેલી ફિલ્મો અને તેનાં સુપરસ્ટાર્સ એક સાથે નજર આવી રહ્યાં છે.

અજય દેવગણ, રણવીર સિંઘ અને અક્ષય કુમાર એક જ ફ્રેમમાં છે. રોહિત શેટ્ટીએ સૌથી પહેલાં 'સિંઘમ' બનાવી અને તે બાદ અજય દેવગણની સાથે જ તેણે 'સિંઘમ રિટર્ન' બનાવી. આ જ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ આવી 'સિંબા' જેમાં લિડ
એક્ટર હતો રણવીર સિંઘ પણ ફિલ્મમાં અજય દેવગણનો નાનકડો રોલ છે જે ફિલ્મની હાઇલાઇટ છે.
 
View this post on Instagram
 

And the Universe Expands...Our GAME BEGINS...⁣ ⁣ @itsrohitshetty @karanjohar @akshaykumar @ranveersingh


A post shared by Ajay Devgn (@ajaydevgn) on


ત્યારે હવે અક્ષય કુમાર આ ફ્રેન્ચાઇઝીનો ભાગ બનવા જઇ રહ્યો છે અને આ ફિલ્મ પણ રોહિત શેટ્ટી જ બનાવશે. આ ફિલ્મનું નામ હશે 'સુર્યવંશી' જેને પણ રોહિત શેટ્ટી જ ડિરેક્ટ કરશે.

આપને જણાવી દઇએ કે સૌથી પહેલા આવેલી અજય દેવગણ સ્ટાર 'સિંઘમ'ને રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટે પ્રોડ્યુસ કરી હતી. જ્યારે અજય દેવગણની બીજી ફિલ્મ 'સિંઘમ રિટર્ન'ને ખુદ અજય દેવગણ અને રોહિત શેટ્ટીએ મળીને પ્રોડ્યુસ કરી હતી.
રણવીર સિંઘની સિંબાને રોહિત શેટ્ટી અને કરણ જોહરનાં ધર્મા પ્રોડક્શને મળીને પ્રોડ્યુસ કરી હતી. જે બાદ હવે આવી રહેલી અક્ષય કુમારની 'સુર્યવંશી'ને ત્રણ પ્રોડ્ક્શન હાઉસ હેઠળ પ્રોડ્યુસ થવા જઇ રહી છે. જેને રોહિત શેટ્ટી, કેપઓફ
ગૂડ હોપની ફિલ્મ અને ધર્મા પ્રોડ્કશન મળીને પ્રોડ્યુસ કરી રહ્યાં છે.

આ પણ વાંચો
-કેન્સરનાં દર્દીએ અજય દેવગણને આજીજી કરી: તમાકુની જાહેરાત ના કરો
-અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ, 36 વર્ષનો તુટ્યો રેકોર્ડ
First published: May 6, 2019, 12:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading