Home /News /entertainment /

Total Dhamaal:ટીઝરમાં રિતેશ-જોનીની કોમેડી હસવા મજબૂર કરશે

Total Dhamaal:ટીઝરમાં રિતેશ-જોનીની કોમેડી હસવા મજબૂર કરશે

ફિલ્મ 'ટોટલ ધમાલ'નું ટીઝર રીલિઝ થયું છે

અજય દેવગણની આગામી ફિલ્મ 'ટોટલ ધમાલ'નું ટીઝર રીલિઝ થયું છે, આ ટીઝર અજય દેવગણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે

    ન્યૂઝ18 ગુજરાતી: અજય દેવગણની આગામી ફિલ્મ 'ટોટલ ધમાલ'નું ટીઝર રીલિઝ થયું છે. આ ટીઝર અજય દેવગણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. ગયા મહિને 21 જાન્યુઆરીએ ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું હતું, જે દર્શકોને ખૂબ પસંદ પડ્યું હતું.

    અજય દેવગણે તેના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મનું ટીઝર શેર કર્યું છે. આ ટીઝર સાથે તેણે લખ્યું કે, શું તમારી પાસે આવું હોલિકોપ્ટર છે? આ ટીઝરમાં રિતેશ દેશમુખ અને જોની લિવર જબરદસ્ત કોમેડી કરતાં જોવા મળે છે. ટીઝર દર્શકોને હસવા મજબૂર કરશે.

     આ પણ વાંચો: રણવીર અને દીપિકા અહીં મનાવશે વેલેન્ટાઇન ડે

    ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'ટોટલ ધમાલ' 22મી ફેબ્રુઆરીએ રીલિઝ થશે. ફિલ્મની કહાણી એક જંગની આસપાસ ફરે છે. ફિલ્મમાં એક્શન અને ભરપુર કોમેડી જોવા મળશે. અજય દેવગણ ઉપરાંત અનિલ કપૂર, માધુરી દીક્ષિત, જોની લીવર, અરશદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી અને સંજય મિશ્રા લીડ રોલમાં નજરે પડશે. આ ફિલ્મમાં માધુરી અને અનિલની જોડી ઘણા લાંબા સમય પછી મોટા પડદે જોવા મળશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Released, Trailer, અજય દેવગન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन