Home /News /entertainment /

WhatsApp Viral: અજય દેવગણનું હેલિકોપ્ટર મહાબલેશ્વર પાસે ક્રેશ

WhatsApp Viral: અજય દેવગણનું હેલિકોપ્ટર મહાબલેશ્વર પાસે ક્રેશ

અજય દેવગણનાં પ્રાઇવેટ હેલિકોપ્ટરનો મહાબળેશ્વર પાસે અકસ્માત થઇ ગયો છે. અને તે ઘાયલ છે. તેનાં ફોટા સાથે આ મેસેજ વાઇરલ થયો છે.

અજય દેવગણનાં પ્રાઇવેટ હેલિકોપ્ટરનો મહાબળેશ્વર પાસે અકસ્માત થઇ ગયો છે. અને તે ઘાયલ છે. તેનાં ફોટા સાથે આ મેસેજ વાઇરલ થયો છે.

    મુંબઇ: ગત સાંજથી અજય દેવગણનાં ફોટા સહિત એક મેસેજ વોટ્સએપ પર વાઇરલ થઇ રહ્યો છે. અને તે છે કે અજય દેવગણનાં પ્રાઇવેટ હેલિકોપ્ટરનો મહાબળેશ્વર પાસે અકસ્માત થઇ ગયો છે. અને અજય દેવગણ ઘાયલ છે. તેનાં ફોટા સાથે આ મેસેજ વાઇરલ થયો છે. જેમાં લખવામાં આવ્યું છે કે ઘટના સ્થળે જ હેલિકોપ્ટરનાં પાઇલટનું મોત  થઇ ગયુ છે. આ મેસેજ ઇંગ્લિશ, હિન્દી અને મરાઠા ત્રણેય ભાષામાં વાઇરલ થયો છે. એટલું જ નહીં આ સાતત્ય વગરનાં સમાચારને અજય દેવગણનાં એક ફેન પેજ  પર પણ શેર કરવામાં આવ્યા હતાં. જેથી આ મેસેજ વધુ માત્રામાં ફેલાઇ રહ્યો છે.

    આ સમાચાર વિષે જ્યારે તપાસ કરવામાં આવી તો મહાબલેશ્વરનાં સિનિયર પોલીસ ઓફિસરે જણાવ્યું છે કે, જો અજય દેવગણનાં હેલિકોપ્ટરનો અક્સમાત થયો હોવાનાં સમાચાર સાચા હોય તો સૌથી પહેલાં તે અમારી પાસે હોય પણ એવું કંઇજ નથી આ સમાચાર ખોટા છે તે માત્ર અફવા છે.

    હાલમાં મહારાષ્ટ્રા પોલીસ આવા ખોટા સમાચાર ફેલાવનારની શોધમાં છે. પોલીસનું કહેવું છે કે એક અઠવાડિયા પહેલાં પણ આ જ સમાચાર વ્હોટ્સએપ પર વાઇરલ થયા હતાં જ્યારે અઠવાડિયા બાદ ફરી એક વખથ આ સમાચાર વાઇરલ થયા છે.

    તો આજે સવારે જ અજય દેવગણ તરફથી જાહેર કરવામાં આવ્યું કે તે આગામી પ્રોજેક્ટ ડિરેક્ટર લવ રંજન અને એક્ટર રણબીર કપૂર સાથે કામ કરી રહ્યો છે.



    આરજે આલોકે તેનાં ટ્વિટર પેજ પર ટ્વિટ કરીને સમાચારને અફવા ગણાવ્યા છે. અને અજય દેવગણ સુરક્ષિત છે તેમ પણ લખ્યું છે.

    Published by:Margi Pandya
    First published:

    Tags: Accident Hoax, Social media, Whats App, અકસ્માત, અજય દેવગન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन