Home /News /entertainment /

અજય દેવગણે તનુશ્રી દત્તાને આપ્યો જવાબ, જણાવ્યું કેમ ફિલ્મમાં છે આલોક નાથ?

અજય દેવગણે તનુશ્રી દત્તાને આપ્યો જવાબ, જણાવ્યું કેમ ફિલ્મમાં છે આલોક નાથ?

બોલિવૂડના (Bollywood) સુપર સ્ટાર અજય દેવગણે (Ajay devgan birthday) હાલમાં જ તેની 100મી ફિલ્મ 'તાન્હાજી' કરી હતી. જે બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી હતી. ત્યારે બોલિવૂડના આ એક્શન અને કોમેડીના સ્ટાર તેવા સિંઘમનો આજે જન્મદિવસ છે. 2 એપ્રિલના રોજ જન્મેલા અજય દેવગણે 1991માં ફિલ્મ ફૂલ ઔર કાંટેથી પોતાના બોલિવૂડ કેરિયરની શરૂઆત કરી હતી.

અજય દેવગણે તનુશ્રી દત્તા અને વિન્તા નંદાએ લગાવેલાં આરોપોનો જવાબ આપ્યો છે. કેમ MeTooનાં આરોપોમાં ફસાયેલાં આલોકનાથને લીધા ફિલ્મમાં

    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક:અજય દેવગણે આવનારી ફિલ્મ 'દે દે પ્યાર દે'માં MeTooનાં આરોપમાં ફસાયેલાં આલોક નાથનાં ફિલ્મમાં હોવા પર સવાલ ઉઠી રહ્યાં છે. આ મામલે અજય દેવગણ ખરાબ રીતે ફસાયેલો હતો. તેને લઇને તનુશ્રી દત્તાએ ફિલ્મનાં મેકર્સ અને અજય દેવગણને ખુબજ ખરી ખોટી સંભળાવી હતી. ફક્ત તનુશ્રી જ નહીં વિન્તા નંદાએ પણ કહ્યું  હતું કે, મને અજય દેવગણથી આવી આશા ન હતી. હવે આ બધા જ આરોપોની વચ્ચે અજયે સ્પષ્ટતા આપી છે. મીડિયા રિપોર્ટ્સની માનીયે તો, તનુશ્રી દત્તાને જવાબ આપ્યો છે.

    મીડિયા રિપોર્ટ્સ મુજબ, અજય દેવગણે આ મામલે સ્પષ્ટતા આપતા કહ્યું કે, 'મારી ફિલ્મ 'દે દે પ્યાર દે'ની શૂટિંગ સેપ્ટેમ્બર 2018માં પૂર્ણ થઇ ગઇ હતી. આ ફિલ્મને ઓક્ટોબર 2018માં જ રિલીઝ થવાનું હતું પણ કેટલાંક કારણોસર તે થઇ શકી નહીં. વાત કરીએ આલોક નાથની તો તેમણે તેમનાં ભાગનું શૂટિંગ ઓગષ્ટ મહિનામાં પૂર્ણ કરી દીધુ હતું. આ શૂટિંગ મનાલીમાં થયુ હતું જે 40 દિવસનાં શેડ્યુલમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું'

    અજય દેવગણે જણાવ્યું કે, 'જ્યારે આલોક નાથ પર મીટૂનો આરોપ લાગ્યો ત્યારે અમે શૂટિંગ પૂર્ણ કરી દીધી હતી. જે બાદ બાકી સ્ટાર્સ અન્ય પ્રોજેક્ટ્સમાં બીઝી થઇ ગયા હતાં. તેમણે જણાવ્યું કે, આલોકનાથે રિપ્લેસ કરવાં અશક્ય હતાં. જો અમે ફરીથી ફિલ્મની શૂટિંગ કરતાં તો પ્રોડ્યુસર્સને આર્થિક નુક્શાન થાત.

    આ પણ વાંચો-નાના પાટેકર બાદ હવે તનુશ્રી દત્તાનાં નિશાને અજય દેવગણ

    આ મામલે વધુ કહેતાં તેણે કહ્યું કે, 'જ્યારે મીટૂ મૂવમેન્ટ શરૂ થઇ ત્યારે અમે કહ્યું હતું કે, અમે મહિલાઓનું સમ્માન કરીએ છીએ। અને તેમની સાથે અપરાધ કરનારા વિરુદ્ધ છીએ. આજે પણ હું મારા નિવેદન પર કાયમ છું'

    આપને જણાવી દઇએ કે, ગત દિવસે જ તનુશ્રી દત્તાએ આ મામલે 'દે દે પ્યાર દે'નાં મેકર્સને પાખંડી કહ્યાં હતાં તેમજ આલોકનાથ પર રેપનો આરોપ લગાવનારી પ્રોડ્યુસર વિન્તા નંદાએ પણ કહ્યું હતું કે, 'મને અજય દેવગણથી આવી આશા ન હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પૈસા જ ધર્મ છે પણ ઓડિયન્સ ઇન્સાફ કરશે અને આવા લોકોની રાતોની ઉંઘ ઉડાવી દેશે.'

    આ પણ વાંચો-વિન્તા નંદા પણ અજય દેવગણથી નારાજ, આલોક નાથની સાથે કેમ કર્યુ કામ?
    Published by:Margi Pandya
    First published:

    Tags: Tanushree Dutta, Vinta Nanda

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन