ઐશ્વર્યાનો 28 વર્ષ જૂનો વીડિયો VIRAL, શરમાતા ગાયું હતું ખાસ ગીત

News18 Gujarati
Updated: November 7, 2019, 11:30 AM IST
ઐશ્વર્યાનો 28 વર્ષ જૂનો વીડિયો VIRAL, શરમાતા ગાયું હતું ખાસ ગીત
ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાયનો એક ખુબજ જુનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ઐશ્વર્યા તેની જ ફિલ્મનું એક યાદગાર ગીત ગાતી નજર આવે છે

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બૉલિવૂડની સૌથી સુંદર હસિનામાંથી એક ઐશ્વર્યા રાય બચ્ચન ઇન્ડસ્ટ્રીમાં દશકોથી રાજ કરી રહી છે. જ્યારે તેણે ફિલ્મોમાં એન્ટ્રી કરી ત્યારથી સૌ કોઇ તેની સુંદરતાનાં દિવાના થઇ ગયા હતાં. બ્યૂટીની સાથે સાથે ઍક્ટિંગ ટેલેન્ટ પણ તેણે સાબિત કર્યુ છે. સુંદરતા અને ઍક્ટિંગની સાથે સાથે ઐશ્વર્યાની પાસે એક એવું ટેલેન્ટ પણ છે કે જે અંગે વધુ લોકોને માલૂમ નથી. તેનો અવાજ ખુબજ સુંદર છે અને તે સારુ ગાય પણ છે. હાલમાં જ તેનો 28 વર્ષ જુનો વીડિયો થઇ રહ્યો છે. જેમાં તે શરમાતા ગીત ગાતી નજર આવે છે. તેનો અવાજ સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે.

ખરેખરમાં ઐશ્વર્યા રાયનો વીડિયો સિંગર્સનાં એક ફેન ક્લબનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ઐશ્વર્યા 28 વર્ષ પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ 'ઔર પ્યાર હો ગયા'નું સુંદર સોન્ગ 'તેરી યાદ હમસફર સુબહો-શામ' ગાતી નજર આવે છે. આ વીડિયોમાં ઐશ્વર્યા ખુબજ યંગ અને સુંદર નજર આવે છે. ઐશ્વર્યાની સાથે સાથે ઍક્ટર ચંદ્રચૂર સિંહ પણ ઊભો છે. ઐશ્વર્યા આ રોમેન્ટિક ગીતને એટલી સુંદર રીતે ગાઇ રહી છે કે, તે સાંભળીને આપ પણ હેરાન થઇ જશો. જેટલી સુંદર ઐશ્વર્યા છે તેટલો જ સુંદર તેનો અવાજ છે.

 

આ પણ વાંચો- રાખી સાવંતે ટૉપલેસ થઇ શેર કર્યો વીડિયો, પતિ માટે ગાયું ગીત

આ વીડિયોમાં ઐશ્વર્યા વાંરવાર કહેતી નજર આવે છે કે, તે ઘણી નર્વસ છે. ચંદ્રચૂડ સિંહને સાથે ગાવાં માટે તે કહે છે. અને બંને એક લાઇન સાથે ગાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. દરેક ઐશ્વર્યાનાં અવાજનાં વખાણ કરતાં નજર આવે છે. આપને જણાવી દઇએ કે, 1991માં આવેલી ફિલ્મ 'ઔર પ્યાર હો ગયા' ઐશ્વર્યાની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેની સાથે બોબી દેઓલ નજર આવે છે. બંનેની કેમેસ્ટ્રી તે સમયે લોકોએ ખુબ પસંદ કરી હતી.

આ પણ વાંચો- 'અર્જુન કપૂર પૈસાને નથી સાચવી શકતો,' મલાઇકાએ કર્યાં મોટા ખુલાસા
First published: November 7, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading