Home /News /entertainment /Aishwarya Rai Bachchan: ઐશ્વર્યા રાયને મળી નોટિસ, 1 વર્ષથી નથી ભર્યો ટેક્સ, મુશ્કેલીમાં બચ્ચન પરિવાર
Aishwarya Rai Bachchan: ઐશ્વર્યા રાયને મળી નોટિસ, 1 વર્ષથી નથી ભર્યો ટેક્સ, મુશ્કેલીમાં બચ્ચન પરિવાર
aishwarya rai
ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડની સૌથી પોપ્યુલર એક્ટ્રેસ છે. તેને ફક્ત બોલિવૂડ જ નહીં, ટોલીવૂડ અને આખી દુનિયાની ઈંડસ્ટ્રી ખૂબ પસંદ કરે છે. બચ્ચન પરિવારની વહુ હોવાના નાતે તેની પ્રસિદ્ધિ હંમેશા વધતી જાય છે.
મુંબઈ: ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડની સૌથી પોપ્યુલર એક્ટ્રેસ છે. તેને ફક્ત બોલિવૂડ જ નહીં, ટોલીવૂડ અને આખી દુનિયાની ઈંડસ્ટ્રી ખૂબ પસંદ કરે છે. બચ્ચન પરિવારની વહુ હોવાના નાતે તેની પ્રસિદ્ધિ હંમેશા વધતી જાય છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને અપકમિંગ ફિલ્મ પીએસ-2ના પ્રમોશાનમાં લાગેલી છે. ગત વર્ષ પીએસ-1ના ઓડિયંસને ભરપૂર પ્રેમ મળ્યો હતો. બીજો ભાગ એપ્રિલમાં રિલીઝ થશે. આ તમામની વચ્ચે ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ ટેક્સ ન ભરવા મામલે જોડાયું છે. આ મામલામાં તેને નાસિકના ટીડીઓ તરફથી નોટિસ મોકલવામાં આવી છે.
રિપોર્ટ્માં જણાવ્યા અનુસાર, ઐશ્વર્યા રાય બચ્ચને હાલમાં નાસિકના સિન્નરમાં અડવાડી વિસ્તારમાં એક પવન ચક્કી માટે જમીન ખરીદી હતી. જમીનનો 1 વર્ષનો ટેક્સ 21960 રૂપિયા બાકી છે. આ બાકી નાણા માટે સિન્નરના ટીડીઓએ ઐશ્વર્યા રાયને નોટિસ મોકલી છે. અડવાડીના પહાલી વિસ્તારમાં ઐશ્વર્યાની 1 હેક્ટર જમીન છે. ઐશ્વર્યાએ આ જમીનનો એક વર્ષથી બાકી ટેક્સ નથી ભર્યો.
ઐશ્વર્યાની સાથે સાથે 1200 લોકોને નોટિસ
ઐશ્વર્યા રાય બચ્ચને તેના પર કોઈ જવાબ આપ્યો નથી. જેના જવાબમાં રેવેન્યૂ વિભાગે ઐશ્વર્યા વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા નોટિસ મોકલી છે.રેવેન્યૂ વિભાગે માર્ચના અંત સુધીમાં ટેક્સ ચુકવવા માટે નોટિસ મોકલી છે. આપને જણાવી દઈએ કે, ઐશ્વર્યાની સાથે સાથે 1200 લોકોને નોટિસ મોકલી છે. આ તમામ લોકોની પ્રોપર્ટી આ એરિયામાં આવેલી છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર