Home /News /entertainment /ઐશ્વર્યા રાયને વર્ષો પછી સલમાન ખાનની યાદ આવી, કહી દીધી આ વાત

ઐશ્વર્યા રાયને વર્ષો પછી સલમાન ખાનની યાદ આવી, કહી દીધી આ વાત

‘હમ દિલ દે ચૂકે સનમ’માં સલમાન અને ઐશ્વર્યાએ સાથે કામ કર્યું હતું.

સંજય લીલા ભનસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં દર્શકોને સલમાન ખાન અને ઐશ્વર્યા રાય (Aishwarya Rai)ની વચ્ચે સુંદર કેમિસ્ટ્રી જોવા મળી હતી. મીડિયા રિપોર્ટના અનુસાર, આ ફિલ્મના શૂટ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી હતી અને સલમાન ખાન ઐશ્વર્યા રાયના પ્રેમમાં પડ્યો હતો. બંનેના અફેરની ઘણી ચર્ચા થતી હતી.

વધુ જુઓ ...
સંજય લીલા ભનસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં દર્શકોને સલમાન ખાન અને ઐશ્વર્યા રાય (Aishwarya Rai)ની વચ્ચે સુંદર કેમિસ્ટ્રી જોવા મળી હતી. મીડિયા રિપોર્ટના અનુસાર, આ ફિલ્મના શૂટ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી હતી અને સલમાન ખાન ઐશ્વર્યા રાયના પ્રેમમાં પડ્યો હતો. બંનેના અફેરની ઘણી ચર્ચા થતી હતી. જો કે, ઐશ્વર્યા રાયના માતા-પિતાને સલમાન ખાન પસંદ નહોતો તેમ છતાં ઐશ્વર્યાએ સલમાન ખાનનો સાથ નહોતો છોડ્યો, પરંતુ એક સમય એવો આવ્યો કે જ્યારે બંનેની વચ્ચે ઝઘડા વધી ગયા અને બંને અલગ થઈ ગયા. હવે એક વખત ફરીથી ઐશ્વર્યાએ પોતાના ઈન્ટરવ્યુમાં સલમાન ખાનનો ઉલ્લેખ કર્યો છે. એક્ટ્રેસનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઐશ્વર્યાએ સલમાન ખાનનું નામ લીધું

જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે ઐશ્વર્યા રાય આ ઈન્ટરવ્યુમાં પોતાની ફિલ્મો અને સ્ટાર કાસ્ટ વિશે વાત કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન તે સલમાન ખાનનું નામ પણ લે છે. ઐશ્વર્યાનો આ અંદાજ તેના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે અને તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

" isDesktop="true" id="1230762" >

એક્ટ્રેસે કહી આ વાત

ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યાને સવાલ પૂછવામાં આવ્યો કે ફિલ્મ 'મહોબ્બતે'માં તેની અને શાહરૂખ ખાનની જોડી ઓછા સમય માટે જોવા મળી હતી પરંતુ ફેન્સને આ જોડી ઘણી પસંદ આવી હતી, તેમજ 'દેવદાસ'માં ઓછી સ્ક્રિન સ્પેસ મળી હતી અને ફિલ્મ 'જોશ' માં તેને શાહરૂખ ખાનની બહેનની ભૂમિકા નિભાવી હતી, આવી સ્થિતિમાં શું તેમણે આ વાતનું દુઃખ છે? તેના વિશે ઐશ્વર્યા કહે છે કે, ના આવું નથી. હું મંસૂરની સાથે કામ કરવા માગતી હતી અને શરૂઆતમાં આમિર અને સલમાનને કાસ્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા. પછી તે કાસ્ટને બદલી દેવામાં આવી અને બાદમાં શાહરૂખ ખાનને લેવામાં આવ્યો હતો, એટલે કાસ્ટ બદલાતી રહે છે.

બ્રેક અપ પછી મૂવ ઓન કરી ચૂક્યા છે સલમાન-ઐશ્વર્યા

ઐશ્વર્યા રાય અને સલમાન ખાનની જોડી બોલિવૂડની સૌથી ચર્ચિત જોડીઓમાં સામેલ છે. બંનેએ સાથે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે પરંતુ રિયલ લાઈફમાં તેમની જોડી ન બની શકી. વર્ષો પહેલા બ્રેકઅપ પછી બંને મૂવ ઓન કરી ચૂક્યા છે. ઐશ્વર્યાએ અભિષેકની સાથે લગ્ન કરી લીધા અને બંનેને એક દીકરી આરાધ્યા પણ છે તો સલમાન ખાન હજી પણ સિંગલ લાઈફ એન્જોય કરી રહ્યો છે અને ફિલ્મોમાં પોતાને વ્યસ્ત રાખે છે.
First published:

Tags: Actor salman khan, Aishwarya rai Bacchan

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો