અભિષેકનાં જન્મદિનને ઐશ્વર્યાએ બનાવ્યો ખાસ, શેર કરી તસવીરો

અભિષેકનાં જન્મદિનને ઐશ્વર્યાએ બનાવ્યો ખાસ, શેર કરી તસવીરો
અભિનેતા અભિષેક બચ્ચનનો આજે જન્મદિવસ છે

અભિષેકનાં જન્મદિવસને ખાસ બનાવવા માટે ઐશ્વર્યાએ પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમની કેટલીક તસવીરો શેર કરી છે.

 • Share this:
  બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચનનો આજે જન્મદિવસ છે આ ખાસ પ્રસંગ પર તેમની પત્ની અને અભિનેત્રી ઐશ્વર્યા ઘણી જ ખુશ છે. અભિષેકનાં જન્મદિવસને ખાસ બનાવવા માટે ઐશ્વર્યાએ પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમની કેટલીક તસવીરો શેર કરી છે અને તેમને જન્મ દિવસની ઘણી શુભેચ્છાઓ આપી છે.

  ઐશ્વર્યાએ પોતાના પતિ અભિષેક બચ્ચનને તેમના જન્મદિને શુભેચ્છા આપી છે. ગઇકાલે મોડી રાતે જ ઐશ્વર્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરીને સુંદર કમેન્ટ પણ કરી છે.  તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, 'હંમેશા મારું બેબી હેપ્પી બર્થડે બેબી.' આ સાથે તેમણે બીજી તસવીરમાં પોતાની અને અભિની એક તસવીર શેર કરી છે. જેમાં પણ તેઓ ઘણાં જ સુંદર લાગી રહ્યાં છે.   
  View this post on Instagram
   

  always...My BabyHAPPY HAPPY BIRTHDAY BAAABYYY✨⭐️


  A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on


  મહત્વનું છે કે બંન્નેએ વર્ષ 2007નાં એપ્રિલ મહિનામાં હિંદુ વિધીથી લગ્ન કર્યા હતાં. બંન્નેનાં લગ્નને 12 વર્ષ પુરા થયા છે. આ બંન્નેની પ્રેમાળ દીકરી પણ છે આરાધ્યા.
  First published:February 05, 2019, 12:08 pm

  ટૉપ ન્યૂઝ