બોલીવૂડ અભિનેત્રી અને પૂર્વ વિશ્વ સુંદરી એશ્વર્યા રાય બચ્ચનને બે વર્ષ બાદ ફિલ્મ `ફન્ને ખા' સાથે મોટા પડદા પર પાછી ફરી રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેતા અનિલ કપૂર અને રાજકુમાર રાવ નજર આવશે. ફિલ્મના શૂટિંગનો લગભગ સૌથી મોટો ભાગ પૂર્ણ કરવામા આવ્યો છે. ડાયરેક્ટર અતૂલ માંજેકરની આ ફિલ્મ 13 એપ્રિલે રિલીઝ થશે. આપને જણાવી દઇએ કે એશ્વર્યા 2016માં ફિલ્મ યે દિલમાં અનિલ કપૂર સાથે નજર આવી હતી.
હાલમાંજ એશ્વર્યા રાય બચ્ચન વર્લ્ડની મોસ્ટ એડમાયર્ડ વૂમન બની ગઇ છે. એક ઇન્ટરનેશનલ વેબસાઇટ યોગોવએ સર્વે કન્ડક્ટ કર્યો જેમા એશ્વર્યાને 11મું સ્થાન મળ્યુ છે. આ સમાચાર ટ્વીટ કરતા અમિતાભ બચ્ચને હૈરાની બતાવી છે. ખરેખર ?, અમિતાભ બચ્ચન પણ આ વર્ષની મોસ્ટ એડમાયર્ડ મેનના લિસ્ટમાં સામેલ છે. તેની સાથે જ આ લિસ્ટમાં 12માં સ્થાન પર પ્રિયંકા ચોપરા અને 13માં સ્થાન પર દીપિકા પાદુકોણ પણ હાજર છે.
પાછી ફરશે એશ્વર્યા વર્ષ 1964માં ખુબ જ શ્રેષ્ઠ સારી ફિલ્મ એક `તે કૌણ હતી'ની રિમેક બનાવવાની તૈયારી થઇ રહી છે. ફિલ્મને અધિકૃત રીતે નિર્માણ કરવા માટે અધિકાર ક્રીજ એન્ટરટેઈનમેંટે ખરીદી લીધી છે. ક્રીજ એન્ટરટેઈનમેન્ટની પ્રેરણા અરોરા અને અર્જુન એન કપૂર તેની રીમેક બનાવી રહ્યા છે. મનોજ કુમારના પાત્ર માટે શાહિદ કપૂરને ફાઇનલ કર્યો છે. જ્યારે સાધનાના રોલ માટે એશ્વર્યા રાય બચ્ચન સાથે વાત કરવામાં આવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર