Home /News /entertainment /

આંધ્રપ્રદેશના 29 વર્ષના યુવકનો દાવો- 'હું ઐશ્વર્યા રાયનો પુત્ર છું'

આંધ્રપ્રદેશના 29 વર્ષના યુવકનો દાવો- 'હું ઐશ્વર્યા રાયનો પુત્ર છું'

સંગીત કુમાર નામની આ વ્યક્તિએ ઐશ્વર્યા અને તેનાં પરિવાર સાથેનો સંબંધ જાહેર કર્યો છે ત્યારથી સોશિયલ મીડિયા પર હડકંપ મચી ગયો છે.

સંગીત કુમાર નામની આ વ્યક્તિએ ઐશ્વર્યા અને તેનાં પરિવાર સાથેનો સંબંધ જાહેર કર્યો છે ત્યારથી સોશિયલ મીડિયા પર હડકંપ મચી ગયો છે.

મુંબઇ: જો આપને કોઇ કહે કે એશ્વર્યા રાય બચ્ચન એક 29 વર્ષનાં યુવકની મા છે તો શું તમે માનશો? પણ આંધ્ર પ્રદેશમાં રહેનારા એક વ્યક્તિ સંગીત કુમારનું કહેવું છે કે, ઐશ્વર્યા રાય તેની માછે અને તેનો જન્મ 1988માં થયો હતો. પોતાની માનાં નામ પર જ સંગીત કુમારે તેની અટક 'રાય' લખાવી છે. જ્યારથી સંગીત કુમાર નામની આ વ્યક્તિએ ઐશ્વર્યા અને તેનાં પરિવાર સાથેનો સંબંધ જાહેર કર્યો છે
ત્યારથી સોશિયલ મીડિયા પર હડકંપ મચી ગયો છે.

સંગીત કુમારનું કહેવું છે કે, વર્ષ 1988માં ઐશ્વર્યાએ તેમને લંડનમાં IVF એટલે કે 'ટેસ્ટ ટ્યૂબ'ની મદદથી જન્મ આપ્યો હતો. જે બાદ તે શરૂઆતનાં બે વર્ષ સુધી તેનાં દાદી વૃંદા કૃષ્ણરાજ રાય અને દાદા કૃષ્ણરાજ રાય સાથે મુંબઇમાં રહ્યો હતો. બાદમાં તેની આગળની પરવરિશ વિશાખાપટ્ટનમમાં થઇ હતી.



ઐશ્વર્યાને પોતાની મા કહેનારા સંગીતે એમ પણ કહ્યું કે, તેની માએ વર્ષ 2007માં અભિષેક બચ્ચન સાથેલ ગ્ન કરી લીધા હતા પણ હવે બંને અલગ થઇ ગયા છે. સંગીતનું કહેવું છે કે, તેની મા એકલી રહે છે. અને તેથી જ તે ઇચ્છે છે કે ઐશ્વર્યા તેની સાથે આવીને મેંગ્લોરમાં રહે.



સંગીતનું કહેવું છે કે, તેમનાં ઘરવાળા અને સંબંધીએ તેમનાં બાળપણથી જ અંધારામાં રાખ્યો છે. ત્યારે જઇને મારા જીવનમાં ક્લિઆરિટી આપી છે. એવામાં ઐશ્વર્યા પર આરોપ લગાવનારો આ વ્યક્તિ ઘણો જ અજીબ છે. કારણ કે આ ઘટના 1988ની છે તે સમયે ઐશ્વર્યાની ઉંમર 15 વર્ષની છે. તે સમયે ટેસ્ટ ટ્યુબની મદદથી બાળકનો જન્મ આટલો સરળ ન હતો.
First published:

Tags: Aishwarya Rai Bachchan

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन