ઐશ્વર્યા અને આરાધ્યાએ આપી કોરોનાને મ્હાત, સાજા થઇ ઘરે પહોચ્યા

ઐશ્વર્યા અને આરાધ્યાનો ફાઇલ ફોટો

બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) અને તેની દીકીર આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) મુંબઇનાં નાણાવટી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ ગઇ છે. 12 જુલાઇનાં તેઓ કોરોના પોઝિટવ આવ્યા હતાં.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્કરેસ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)અને દીકરી આરાધ્યા બચ્ચન (Aradhya Bachchan)ને નાણાવટી હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે. બંને કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. 14 જુલાઇનાં બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે બંનેની તબિયત સારી છે અને તેઓ તેમનાં ઘરે એટલે કે જલસા બંગલો પહોંચી રહ્યા છે.

  ઉલ્લેખનીય છે કે, 12 જુલાઈએ અમિતાભ બચ્ચને ફેન્સને જાણ કરી હતી કે તે કોરોના પોઝિટિવ છે અને સારવાર માટે નાણાવટી હોસ્પિટલમાં ગયા છે. થોડા સમય પછી અભિષેક બચ્ચનનો કોરોના પોઝિટિવ આવ્યાના સમાચાર પણ આવ્યા હતાં.

  આ પણ વાંચો-સુશાંત સિંઘ રાજપૂત આત્મહત્યા કેસમાં મહેશ ભટ્ટની થઇ પૂછપરછ, અઢી કલાક સુધી ચાલી તપાસ

  જેનાં બીજા બીજા દિવસે જ ઐશ્વર્યા, આરાધ્યા અને જયા બચ્ચનનો પહેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે બાદમાં બીજા દિવસે રિપોર્ટ આવ્યો કે એશ્વર્યા અને આરાધ્યાને પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ અમિતાભ બચ્ચનનો બંગલો જલસા પણ સીલ કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ બચ્ચન પરિવારનાં આખા સ્ટાફનો એટલે કે 26 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો- સોનૂ સૂદે ખેતર ખેડતી છોકરીઓની 24 કલાકમાં કરી મદદ, જુઓ VIDEO

  હાલમાં અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની તબિયતમાં પણ સુધારો થઈ રહ્યો છે અને બંનેને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એશ્વર્યા અને આરાધ્યા અત્યારે ઠીક છે, બચ્ચન પરિવાર માટે આ એક સારા સમાચાર છે.
  Published by:Margi Pandya
  First published: