Home /News /entertainment /શું ગર્ભવતી છે ઐશ્વર્યા રાય બચ્ચન? વીડિયો જોઇ યુઝર્સે કહ્યું- 'હવે તેનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાય છે'
શું ગર્ભવતી છે ઐશ્વર્યા રાય બચ્ચન? વીડિયો જોઇ યુઝર્સે કહ્યું- 'હવે તેનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાય છે'
ઐશ્વર્યાની પ્રેગ્નેન્સી પર ફરી ઉઠ્યા સવાલ
સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan Pregnant) ગર્ભવતી હોવાની વાતો ચર્ચાઇ રહી છે. તેનો હાલમાં એક વીડિયો વયારલ થયો છે જે જોઇને ફેન્સ આવી વાતો કરી રહ્યાં છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) હાલમાં મુંબઇનાં પ્રાઇવેટ એરપોર્ટ પર તેની દીકરી આરાધ્યા બચ્ચન સાથે નજર આવી હતી. આ સમયનો તેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેનું બેબી બમ્પ નજર આવી રહ્યું છે. અને સોશિયલ મીડિયા પર સવાલ થઇ રહ્યાં છે કે, શું ઐશ્વર્યા રાય બચ્ચન ગર્ભવતી છે. (Aishwarya Rai Bachchan Pregnant) તે આ વીડિયોમાં ઓલ ઓવર બ્લેક કલરનાં કપડા પહેરેલી નજર આવી રહી છે. અને તેણે ઇગલ-આઇ ફ્રેમનાં મોટાં ચશ્મા પહેરેલાં છે જેથી તેનો ચહેરો પણ ખુબજ ઓછો દેખાય છે.
આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર ફરી એક વખત યૂઝર્સ ઐશ્વર્યા રાય બચ્ચનનાં ગર્ભવતી હોવાની વાતો કરવાં લાગ્યાં છે. અને તેને ગુડ ન્યૂઝ માટે વધામણાં આપી રહ્યાં છે. એક ફેને લખ્યું છે, ''શું તે ગર્ભવતી છે...'' તો અન્ય એક યૂઝરે લખ્યું છે, ''ઐશ્વર્યા જરૂરથી ગર્ભવતી છે કારણ કે તેનો પાછળનો ભાગ ખુબજ વધી ગયો છે. એમ જો તે આટલી જાડી ન જ થઇ શકે. '' તો અન્ય એક યૂઝરે લખ્યું છે, '' લાગે છે તે ગર્ભવતી છે.. આ તો સારા સમાચાર છે..''
કરીનાથી લઇ નેહા સુધી બીજુ બાળક કર્યું પ્લાન- આપને જણાવી દઇએ કે, હાલમાં બોલિવૂડમાં મધરહૂડ સિઝન ચાલી રહી છે. કરીના કપૂર ખાન હાલમાં બીજા દીકરા જેહની માતા બની છે. તેનો દીકરો હાલમાં જ છ મહિનાનો થયો છે. તો નેહા ધુપીયા પણ ટૂંક સમયમાં બીજા બાળકની માતા બનવાની છે તે પણ ગર્ભવતી છે. તો કપિલ શર્મા પણ આ લોકડાઉનમાં બીજા બાળકનો પિતા બન્યો છે.
ઘણી વખત ઉડી છે ઐશ્વર્યાની પ્રેગ્નેન્સીની અફવા- જોકે આપને જણાવી દઇએ કે, આ પહેલાં ઘણી વખત ઐશ્વર્યા રાય બચ્ચનની પ્રેગ્નેન્સીની ખબર ઉડી ચૂકી છે. આ પહેલાં પણ જ્યારે પણ ઐશ્વર્યાનું વજન થોડુ પણ વધે ત્યારે પેન્સ સીધુ તેનાં પ્રેગ્નેન્સી સાથે આ વાત જોડી દેતા હતાં. અને તેને આ માટે સોશિયલ મીડિયા પર ઘણી વખત ટ્રોલ પણ થવું પડ્યું છે.
9 વર્ષની થઇ આરાધ્યા- ઐશ્વર્યા અને અભિષેકની દીકરી આરાધ્યા હાલમાં 9 વર્ષની છે. જો ઐશ્વર્યા ગર્ભવતી હશે તો તેમનાં બાળકો વચ્ચે 9થી 10 વર્ષનો ફરક જોવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર