શું પ્રેગ્નન્ટ છે ઐશ્વર્યા રાય બચ્ચન? Viral થઇ રહી છે તસવીર

News18 Gujarati
Updated: March 24, 2019, 3:38 PM IST
શું પ્રેગ્નન્ટ છે ઐશ્વર્યા રાય બચ્ચન? Viral થઇ રહી છે તસવીર
અફવા ઉડી રહી છે કે અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પ્રેગ્નન્ટ છે

પ્રિયંકા ચોપડા બાદ હવે અફવા ઉડી રહી છે કે અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પ્રેગ્નન્ટ છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: પ્રિયંકા ચોપડા બાદ હવે અફવા ઉડી રહી છે કે અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પ્રેગ્નન્ટ છે. ચર્ચા છે કે, આરાધ્યા બાદ હવે ઐશ્વર્યા રાય ફરી એકવાર પ્રેગ્નન્ટ છે. આ કયાસ તેની એક તસવીર પરથી લગાડવામાં આવી રહ્યાં છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં ઐશ્વર્યાનું વજન પણ થોડું વધેલું હોય તેવું લાગી રહ્યું છે અને તેના હાવભાવને જોતાં મીડિયામાં તેની પ્રેગ્નન્સીની ચર્ચાઓ થઇ રહી છે. જોકે, આ માત્ર કયાસ જ છે. ઐશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર તરફથી આવી કોઇ વાત સાંભળવા મળી નથી.

કહેવાય છે કે, આ વાયરલ થઇ રહેલી તસવીર ગોવાની છે. ઐશ્વર્યા રાય તેના પતિ અભિષેક બચ્ચ સાથે ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે. તે રિલેક્સ મૂડમાં જોવા મળી રહી છે. તેની સાથે અભિષેક બચ્ચન પણ નજરે પડે છે. આ તસવીરમાં એશ-અભિ ક્વોલિટી ટાઇમ વિતાવતાં જોવા મળે છે.

ઐશ્વર્યાની આ તસવીર સોશિયલ મીડિયામાં તેની એક ફેન ક્લબે શેર કરી છે. તેની સાથે જ એશ પ્રેગ્નન્ટ હોવાના કયાસ લગાડવામાં આવી રહ્યાં છે. જે બાદ આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જોકે, અત્યાર સુધી આ માત્ર અફવા જ છે.
 
Loading...

View this post on Instagram
 

#aishwaryaraibachchan #abhishekbachchan


A post shared by (@aishwarya_queen_arb) on
 આ પણ વાંચો: Viral Video: આલિયા ભટ્ટે જાહેરમાં કર્યો પ્રેમનો એકરાર, શરમથી લાલ થયો રણબીર કપૂર

ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન 2007માં થયા હતા અને વર્ષ 2011માં તેમની પુત્રી આરાધ્યાનો જન્મ થયો હતો. એ બાદ તેમણે ક્યારેય મીડિયા સામે કહ્યું નથી કે, તેઓ બીજા બાળક અંગે પ્લાનિંગ કરી રહ્યાં છે.

 
First published: March 24, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com