Home /News /entertainment /

ઐશ્વર્યાનો આ કાતિલ અંદાજ તમને તેના દિવાના બનાવી દેશે

ઐશ્વર્યાનો આ કાતિલ અંદાજ તમને તેના દિવાના બનાવી દેશે

    બોલીવુડ ક્વીન ઐશ્વર્યા રાય બચ્ચન પોતાના આગામી ફિલ્મ 'ફંન્ને ખાં' ને લઇને મીડિયા પર છવાઇ ગઇ છે. 3 ઓગસ્ટના રિલીઝ થાનારી 'ફ્ન્ને ખાં' માં એશ અનિલ કપૂર અને રાજકુમાર સાથે નજર આવી રહી છે, ફિલ્મના ટ્રેલર અને સોંગથી દર્શકોને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ વચ્ચે ઐશ્વર્યા પોતાના નવા ફોટોશૂટને લઇને પણ સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં છે. ઐશ્વર્યાએ બ્રાઇડ્સ ટૂડે નામના એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યુ હતુ, જેનું એડિશન હવે માર્કેટમાં આવી ગયુ છે અને આ સાથે સોશિયલ મીડિયા પર પણ તેમનું ફોટોશૂટ ફેન્સ ખુબ જ દિવાના બનાવી રહ્યુ છે.

    આ ફોટોશૂટમાં ઐશ્વર્યા ખરેખર ખુબસુરત લાગી રહી છે. તેમની સુંદરતાનો કોઇ જવાબ નથી. ઐશ્વર્યા મેગેઝીનના કવર પેઝ પર રંગબેરંગીન ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત, ઐશ્વર્યા પિંક કલરના ડ્રેસમાં તેમનો જલવો બતાવી રહી છે. આ તસવીર જોયા બાદ, તમે પણ ઐશ્વર્યાના ફેન થઇ જશો.









    ફીફા વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન જ્યારે ઐશ્વર્યા ફ્રાન્સ ગઇ હતી. ત્યારે તેને આ મેગેઝીનનું ફોટોશૂટ કરાવ્યું હતુ. એશ્વર્યાએ તેમની પેરિસ ટ્રીપની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ઐશ્વર્યા ફરીએકવાર અભિષેક સાથે નજર આવનારી છે. બન્ને ગુલાબ-જામુનમાં જોવા મળશે.


    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Aishwarya Rai Bachchan, ENT, Magazine-goes, Photoshoot

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन