Home /News /entertainment /

VIDEO: નેટિઝન્સને ઐશ્વર્યા રાયની મેક-અપ સ્ટાઈલની કરી નિંદા, એકે તો લાલ લિપસ્ટિક ન લગાવવાની આપી સલાહ

VIDEO: નેટિઝન્સને ઐશ્વર્યા રાયની મેક-અપ સ્ટાઈલની કરી નિંદા, એકે તો લાલ લિપસ્ટિક ન લગાવવાની આપી સલાહ

સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાયની ટીકા થઈ રહી છે.

ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)નો મેક-અપ (Makeup) અને ડ્રેસિંગ સ્ટાઈલ જોઈને ચાહકો નિરાશ થઈ ગયા હતા. સોશિયલ મીડિયા (Social Media) પર તેમની ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે.

    ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) પોતાની સુંદરતાથી લોકોના દિલ જીતી લે છે. ફેન્સ તેની સ્ટાઈલના જોરદાર વખાણ કરતા રહે છે, પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) યુઝર્સ એક્ટ્રેસની સ્ટાઈલ અને મેકઅપ (Aishwary rai make up)ને પસંદ નથી કરી રહ્યા. તેથી જ વખાણના બદલે ભૂતપૂર્વ વિશ્વ સુંદરીને ફેશન સ્ટાઈલિશ બદલવાની સલાહ આપવામાં આવી રહી છે, જ્યારે ઘણા ચાહકોને પ્રશ્ન થઈ રહ્યો છે કે તમારી ડ્રેસિંગ સેન્સને શું થયું છે?

    ખરેખર, ઐશ્વર્યા રાય ગુરુવારે ડોક્ટર્સ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે મુંબઈ પહોંચી હતી. ઐશ્વર્યા વ્હાઇટ કલરના ફૂલ પ્રિન્ટેડ લોન્ગ ઓવરકોટ ટાઇપ ડ્રેસમાં જોવા મળી હતી. તેણે તેના વાળ કર્લ કર્યા હતા અને લાલ લિપસ્ટિક લગાવી હતી. સ્ટેજ પર પહોંચેલી ઐશ્વર્યાએ હસતાં-હસતાં સૌનું અભિવાદન કર્યું પણ તેની સ્ટાઈલ ફેન્સને પસંદ આવી નહીં.

    ઐશ્વર્યા રાયના મેક-અપ ડ્રેસિંગનો મજાક
    ઐશ્વર્યા રાયનો મેકઅપ અને ડ્રેસિંગ સ્ટાઈલ જોઈને ચાહકો નિરાશ થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર તેની ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે. ઐશ્વર્યાની સ્ટાઈલ જોઈને ફેન્સ તેને સ્ટાઈલિશ બદલવાની સલાહ આપી રહ્યા છે, તો લોકોએ મેકઅપ ટિપ્સ પણ આપવાનું શરૂ કર્યું. એકે પૂછ્યું 'તમારી ડ્રેસિંગ સેન્સને શું થયું છે?' તો બીજાએ લખ્યું 'ARB પ્લીઝ ચેન્જ યોર સ્ટાઈલિશ', જ્યારે બીજાએ સલાહ આપી કે 'શું એશ લાલ લિપસ્ટિક લગાવવાનું બંધ કરી શકે છે. આ સિવાય એકે ઐશ્વર્યાની ફેશન સેન્સ માટે 10માંથી ઝીરો નંબર પણ આપ્યો હતો. એકે તો પૂછ્યું કે 'તેણે તંબુ કેમ પહેર્યો છે, ડ્રેસિંગ સેન્સ બિલકુલ નથી.'


    ઐશ્વર્યા ગર્ભવતી હોવાની અટકળો ચાલી રહી છે
    બીજી તરફ, ઐશ્વર્યા રાયના કેટલાક ચાહકોને ટ્રોલ કરનારા લોકોને પસંદ નથી, તેથી તેઓએ કોમેન્ટ વિભાગમાં લખ્યું તમામ નિષ્ણાતોને નમ્ર વિનંતી, કૃપા કરીને તેમને એકલા છોડી દો અને જેમ છે તેમ જ રહેવા દો'. તો એકે આવા ડ્રેસિંગ પર લખ્યું કે 'લાગે છે કે તે ગર્ભવતી છે'.

    આ પણ વાંચો-એરપોર્ટ પર એશનું વધેલું પેટ જોઇ ફરી સો.મીડિયા પર ચર્ચા, શું ફરી પ્રેગ્નેન્ટ છે ઐશ્વર્યા

    કાન્સ 2022માં પણ ઐશ્વર્યાના લુકથી ચાહકો નિરાશ થયા હતા
    ઐશ્વર્યા રાય સાથે આવું પહેલીવાર નથી થઈ રહ્યું. હાલમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં પણ તેનો ગેટઅપ અને લુક ફેન્સને પસંદ આવ્યો ન હતો અને તેઓ ટ્રોલ થયા હતા. ફેસ્ટિવલ દરમિયાન તેના મેકઅપ અને સ્ટાઇલ વિશે પણ વિવિધ કોમેન્ટ્સ કરવામાં આવી હતી.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Aishwarya Rai Bachchan, Entertainment, મનોરંજન

    આગામી સમાચાર