Home /News /entertainment /શું માંગલિક ઐશ્વર્યાએ અભિષેક પહેલાં ઝાડ સાથે કર્યા હતાં લગ્ન?
શું માંગલિક ઐશ્વર્યાએ અભિષેક પહેલાં ઝાડ સાથે કર્યા હતાં લગ્ન?
અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન આજે (Aishwarya Rai Bachchan) તેમનાં લગ્નની 14મી વર્ષગાંઠ (14th Marriage Anniversary) ઉજવી રહ્યાં છે. બંને 20 એપ્રિલ 2007નાં લગ્નનાં બંધનમાં બંધ્યા હતાં. ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનનાં લગ્નની તમામ વિધી બચ્ચન પરિવારનાં બંગલા પ્રતીક્ષામાં થઇ હતી.
અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન આજે (Aishwarya Rai Bachchan) તેમનાં લગ્નની 14મી વર્ષગાંઠ (14th Marriage Anniversary) ઉજવી રહ્યાં છે. બંને 20 એપ્રિલ 2007નાં લગ્નનાં બંધનમાં બંધ્યા હતાં. ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનનાં લગ્નની તમામ વિધી બચ્ચન પરિવારનાં બંગલા પ્રતીક્ષામાં થઇ હતી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની સૌથી ચર્ચિત અને સુંદર જોડીમાંથી એક અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)નાં લગ્નને 14 વર્ષ થયા છે. આજે તેમની 14મી લગ્ન વર્ષગાંઠ તેઓ ઉજવી રહ્યાં છે. બંને 20 એપ્રિલ 2007નાં લગ્નનાં બંધનમાં બંધાયા હતાં. ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનનાં લગ્નની તમામ વિધિ બચ્ચન પરિવારનાં બંગ્લા પ્રતીક્ષામાં થઇ હતી.
એવામાં બંનેનાં લગ્ન અંગે એક વાતની ચર્ચા હમેશાં થતી રહી છે અને તે છે, આ લગ્ન પહેલાં ઐશ્વર્યા રાયનાં લગ્ન એક વૃક્ષ સાથે થયા હતાં. ઘણી વખત દાવો કરવામાં આવ્યો છે કે, માંગલિક હોવાને કારણે ઐશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે લગ્ન પહેલાં એક ઝાડ સાથે લગ્ન કર્યાં હતાં. જેથી, તેને મંગળ દોષ માંથી છુટકારો મળી શકે. અભિષેક સાથે ઐશ્વર્યાનાં લગ્ન પહેલાં તે વાતોએ જોર પકડ્યું હતું કે ઐશ્વર્યા માંગલિક હોવાને કરાણે તેમનાં સંબંધ વધુ ટકશે નહીં.
ઘણાં વિદ્વાનોએ દાવો કર્યો હતો કે, ઐશ્વ્રાય માંગલિક છે અને જો તેનાં અભિષેક સાથે લગ્ન લાંબા ટકાવી રાખવાં છે તો, તેની પહેલાં પિપળાનાં ઝાડ સાથે લગ્ન કરવાં પડશે. આ દરમિયાન અમિતાભ બચ્ચન તેનાં આખા પરિવાર સાથે કાશી પહોચ્યો હતો. જ્યાં તે તેનાં ખાસ મિત્ર અમર સિંહની સાથે બાબા વિશ્વનાથ અને સંકટ મોચન મંદિર પહોચ્યો હતો.
આ સમયે બચ્ચન પરિવારની તનારી વહૂ ઐશ્વર્યા પણ તેમની સાથે હતી જે માટે ખબર ફેલાઇ હતી કે, આખો બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા મંગળદોષ માંથી મુક્તિ મેળવવાં આમ કર્યું હતું. ઐશ્વર્યાએ સંકટ મોચન મંદિરમાં મંગળ દોષ માંથી મુક્તિ માટે પીપળાનાં ઝાડ સાથે લગ્ન કર્યા હતાં. પણ સંકટ મોચન મંદિરનાં અર્ચક ઓક્ટર શ્રીકાંત મિશ્રાનું કહેવું છે કે, તે તેમનાં આખા પરિવારની સાથે ફક્ત ભગવાનનાં આશીર્વાદ લેવા મંદીરમાં આશીર્વાદ લેવાં પહોચ્યા હતાં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર