Video: જન્મદિવસ મનાવવા આ રોમેન્ટિક સ્થળ પર પહોંચી ઐશ્વર્યા રાય બચ્ચન

News18 Gujarati
Updated: November 1, 2019, 9:40 AM IST
Video: જન્મદિવસ મનાવવા આ રોમેન્ટિક સ્થળ પર પહોંચી ઐશ્વર્યા રાય બચ્ચન
Aishwarya rai birthday

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય (Aishwarya Rai) તેનો 46 મો જન્મદિવસ મનાવવા આ સ્થળ પર પહોંચી છે. ઐશ્વર્યાએ તેના જન્મદિવસના એક દિવસ પહેલા એક બ્રાન્ડ ઇવેન્ટની તસવીરો શેર કરી છે.

  • Share this:
બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) ઐશ્વર્યા રાય (Aishwarya Rai)બચ્ચન ઇટાલીના રોમમાં તેનો 46 મો જન્મદિવસ મનાવવા પહોંચી છે. ઐશ્વર્યાએ 1 નવેમ્બરના રોજ તેના જન્મદિવસ પૂર્વે રોમમાં એક બ્રાન્ડ ઇવેન્ટના અનેક ફોટા શેર કર્યા છે. તસવીરોમાં ઐશ્વર્યા વ્હાઇટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા રોમમાં જન્મદિવસ ઉજવવા ઉપરાંત તેના કોઈ કામ માટે પણ ગઈ છે.

તેણે આઇકૉનિક નીલમની રિંગ અને ગ્રીન વોચ પણ પહેરી છે. તેણે તસવીરોની સાથે લખ્યું છે, ‘DolceVita in Rome with Longines’ માં જાહેર થયેલા એક વીડિયોમાં ઐશ્વર્યા, પુત્રી આરાધ્યા અને પતિ અભિષેકને બોલાવતી જોવા મળી રહી છે. તે આરાધ્યાને ગળે લગાવ્યા પછી કિસ કરતી જોવા મળી છે.




'મિડ-ડે' અનુસાર, રવિવારે અમિતાભ બચ્ચને ઘરે એક ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જે મોડી રાત સુધી ચાલ્યું હતું. દિવાળી પાર્ટી કર્યા પછી ઐશ્વર્યા, અભિષેક અને પુત્રી આરાધ્યા રોમ માટે રવાના થઈ ગયા.

આ પણ વાંચો: સમુદ્ર કિનારે પિંક આઉટફીટમાં જોવા મળી આ મૉડેલ



 
 

 

 


View this post on Instagram


 

 

 

✨🌈DolceVita💖🌟


A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on





અભિષેકે એક અઠવાડિયાની લાંબી છુટીનો પ્લાન બનાવ્યો છે, જેમાં બિઝનેસ અને વેકેશન બંનેનો સમાવેશ છે. ઐશ્વર્યા 30 ઑક્ટોબરે ઇટાલીની રાજધાનીમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે. જેમા સ્વિસ વૉચ બ્રાન્ડ સાથેના 20 વર્ષના એસોસિએશનને સન્માનિત કરવામાં આવશે.
First published: November 1, 2019
વધુ વાંચો
अगली ख़बर