Home /News /entertainment /

એશ્વર્યાનો હાથ છોડાવીને પપ્પા પાસે જઇ આરાધ્યાએ કર્યું હગ, જુઓ વીડિયો

એશ્વર્યાનો હાથ છોડાવીને પપ્પા પાસે જઇ આરાધ્યાએ કર્યું હગ, જુઓ વીડિયો

વાયરલ વીડિયોની તસવીર

વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, પોતાની માતાથી હાથ છોડાવીને આરાધ્યા પપ્પા તરફ ભાગીને જાય છે. તેમને ગળે લગાવી લે છે. તો અભિષેક પણ પોતાની પુત્રીને મળવા માટે બેબાકળો હોય એમ પોતાના ખોળામાં લઇ લે છે.

    ન્યૂઝ18ગુજરાતીઃ બોલિવૂડના સૌથી આદર્શ દંપતી માનવામાં આવતા એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન તાજેતરમાં જબદસ્ત સમાચારોમાં રહેલા છે. જેનું કારણ તેમની પુત્રી આરાધ્યાનો વીડિયો છે. આ વીડિયોમાં પપ્પા અભિષેક માટે આરાધ્યાનો પ્રેમ દેખાય છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, પોતાની માતાથી હાથ છોડાવીને આરાધ્યા પપ્પા તરફ ભાગીને જાય છે. તેમને ગળે લગાવી લે છે. તો અભિષેક પણ પોતાની પુત્રીને મળવા માટે બેબાકળો હોય એમ પોતાના ખોળામાં લઇ લે છે. પિતા પુત્રીનો પ્રેમ જોઇને એશ્વર્યા પણ ખુશ થઇ જાય છે.

    ઉલ્લેખનીય છે કે, પુત્રી આરાધ્યાને લઇને એશ્વર્યા રાય બોલિવૂડ vs ટેલિવિઝન ફૂટબોલ મેચ જોવા માટે ગયા હતા. આ મેચમાં અભિષેકે પણ ભાગ લીધો હતો. આ દરમિયાન પુત્રી અને પત્ની અભિષેકને સપોર્ટ કરવામાં જબદસ્ત ચિયર કરતા હતા. આ મેચમાં જબદસ્ત ઘમાસાન જોવા મળ્યું હતું અને અંતે બોલિવૂડ ટીમની જીત થઇ હતી.




    મેચ પુરી થયા બાદ એશ્વર્યા રાય અને આરાધ્યા રાય બચ્ચન ફિલ્ડમાં અભિષેકને જીતના અભિનંદન પાઠવવા માટે પહોંચ્યા હતા. અભિષેકને જેવી જ આરાધ્યા જોવે છે કે તરત જ એશ્વર્યાનો હાથ છોડાવીને અભિષેક તરફ દોડે છે અને પપાને હગ કરે છે. પિતા પુત્રીનો આ પ્રેમ આસપાસના લોકો જોતા જ રહી ગયા હતા. આરાધ્યા બાદ એશ્વર્યા પણ અભિષેકને હગ કરતી નજરે ચડી હતી.

    ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એશ્વર્યા પોતાની પુત્રી આરાધ્યાને લઇને ખરાબ રીતે ટ્રોલ થઇ ચુકી હતી. જ્યારે પણ એશ્વર્યા પુત્રીને લઇને બહાર નીકળે છે ત્યારે હંમેશા તેનો હાથ પકડેલો રાખે છે. સોશિયલ મીડિયા ઉપર તેની આ વાતને લોકોએ પસંદ કરી ન્હોતી. એક યુઝરે એ પણ કહ્યું કે આરાધ્યાને હાથ થોડાવીને જાતે ચાલવા દો. એશ્વર્યા પોતાની પુત્રી માટે ખુબ જ પ્રોટેક્ટિવ છે. તે દરેક પ્રસંગે પોતાની પુત્રી સાથે નજર આવે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Aishwarya-rai, Aradhya, અભિષેક બચ્ચન, વાયરલ વીડિયો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन