ઐશ્વર્યા મજમુદારે જાહેર કર્યો તેનો પ્રેમ, જાણો કોણ છે તેનો 'વાલમ' મુલ્કરાજ?

News18 Gujarati
Updated: July 14, 2019, 9:08 AM IST
ઐશ્વર્યા મજમુદારે જાહેર કર્યો તેનો પ્રેમ, જાણો કોણ છે તેનો 'વાલમ' મુલ્કરાજ?
ઐશ્વર્યાને પુછવામાં આવ્યું કે શું આ પ્રેમ લગ્ન છે? તેનાં જવાબમાં ઐશ્વર્યાએ કહ્યું કે હા આ સો ટકા પ્રેમ લગ્ન છે.

ઐશ્વર્યાને પુછવામાં આવ્યું કે શું આ પ્રેમ લગ્ન છે? તેનાં જવાબમાં ઐશ્વર્યાએ કહ્યું કે હા આ સો ટકા પ્રેમ લગ્ન છે.

  • Share this:
દીપિકા ખુમાણ, અમદાવાદઃ ડાંડિયા ક્વિન ઐશ્વર્યા મજમુદારે મુલ્કરાજ ગઢવી સાથે દિલથી જોડાઇ ગઇ છે. અને આ વાતની જાહેરાત તેણે તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર કરી છે. ખાસ વાતએ છે કે હાલમાં જ ઐશ્વર્યા મજમુદારે News18 ગુજરાતી સાથે વાત કરી અને તેની ખુશી શેર કરી છે. આ સાથે જ તેણે તેનાં વાલમ મુલ્કરાજ વિશે વાત કરી છે. તે કેવી રીતે પહેલી વખત મુલ્કરાજનાં સંપર્કમાં આવી અને શું છે લગ્નનો પ્લાન તે અંગે ઐશ્વર્યાએ વાત કરી હતી.

ઐશ્વર્યાએ વાત કરતાં જણાવ્યું હતું કે, જે રીતે મારા જીવનની બધી જ સારી ઘટનાઓ સંગીતથી જોડાયેલી છે તેમ હું અને મુલ્કરાજ પણ સંગીતથી જોડાયેલાં છીએ. મુલ્કરાજ પોતે દુબઇનાં એક બિઝનેસમેન છે. જોકે તેને સંગીતમાં ખુબજ રસ છે. તેણે પોતે તેનાં માતા-પિતા માટે એક સોન્ગ લખ્યુ હતું અને તે એક સારા વોઇસની તલાશમાં હતાં જ્યારે મળશે ત્યારે તે પોતે લખેલું સોન્ગ તેની પાસે ગવડાવશે.

આ પણ વાંચો-VIDEO:ગુજરાતી ફિલ્મ 'ધુનકી'નું ટ્રેલર રિલીઝ, જોઇ લો તમે પણઆ વચ્ચે તેણે મારા યુટ્યુબ પર વીડિયો જોયા.. આ પહેલાં તે મારા વિશે કંઇજ નહોતા જાણતા. પણ આ વીડિયો જોયા બાદ અમારા મ્યુચ્યલ ફ્રેન્ડ્સ દ્વારા મુલ્કે મારો ફેસબૂક પર સંપર્ક કર્યો અને આ સોન્ગ વિશે વાત કરી. પછી અમારે મળવાનું થયું. અને જેમ તમે જાણો જ છે કે પ્રેમ જે થવાનો હોય તે સંજોગો ઉભા કરી જ દે છે તમને મળાવવાનાં. તો એક બાદ બીજુ સોન્ગ અને બીજા બાદ ચોથુ સોન્ગ મે ગાયું. અને અમે મળી ગયા...

જ્યારે ઐશ્વર્યાને પુછવામાં આવ્યું કે શું આ પ્રેમ લગ્ન છે? તેનાં જવાબમાં ઐશ્વર્યાએ કહ્યું કે હા આ સો ટકા પ્રેમ લગ્ન છે.

હવે ક્યારે લગ્ન કરવાનો પ્લાન છે આ સવાલનાં જવાબ પર ઐશ્વર્યાએ કહ્યું કે, લગ્નને હજુ ઘણો સમય છે. હાલમાં લગ્નનો કોઇ જ પ્લાન નથી. પણ આ વર્ષનાં અંતમાં નવેમ્બર મહિનામાં સગાઇનો પ્લાન ચોક્કસ છે.

આ પણ વાંચો-આ છે ટીવીની દુનિયાનાં સૌથી મોંઘા સ્ટાર્સ, એક એપિસોડ માટે વસૂલે છે આટલી ફી

જે બાદ ઐશ્વર્યાને પુછવામાં આવ્યું લગ્ન અમદાવાદ કે દુબઇ ક્યાં કરશો ? લગ્ન અમદાવાદ કે દુબઇ બંનેમાંથી ક્યાંય નહીં થાય હજુ અમે ડેસ્ટિનેશન વેડિંગનો પ્લાનિંગ વિચારી રહ્યાં છીએ. પણ ક્યાં તે નક્કી નથી. હજુ તેને ઘણો સમય છે.જે બાદ ઐશ્વર્યાને તેની ઇનસ્ટાગ્રામની પોસ્ટ પર મલહાર ઠાકર અને કિંજલ દવેની પોસ્ટ અંગે વાત કરવામાં આવી તો મલહારે ઐશ્વર્યાની પોસ્ટ પર લખ્યું છે 'આનંદમ ભવતું...' અને કિંજલ દવે એ લખ્યું છે.. હવે પાર્ટી પાક્કી... ઐશ્વર્યાએ આ વિશે વતા કરતાં કે, મલહાર ઘણો સારો મિત્ર છે અને તે આ વાત ઘણાં સમયથી જાણતો હતો તેની પોસ્ટ એ પ્રમાણે હતી કે હાંશ ફાઇનલી તમે આ વાતની જાહેરાત કરી જ દીધી.

આ પણ વાંચો-શ્રીદેવીની હત્યા થઈ હતી, મિત્ર પાસે પુરાવા હોવાનો IPS અધિકારીનો દાવો

First published: July 13, 2019, 6:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading