મુંબઇ: બોલિવૂડના મહાનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) તથા અભિષેક બચ્ચનને (Abhishek Bachchan) શનિવારે રાતે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે હાલ મળતી માહિતી પ્રમાણે ઐશ્વર્યા(Aishwarya Rai Bachchan) અને આરાધ્યાનો (Aradhya Bachchan) પણ આજે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. આ બંન્ને પણ બિગ બી અને અભિષેક જેવા જ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતાં. માતા અને પુત્રીને પણ નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. જ્યારે જયા બચ્ચન (Jaya Bachchan) પિત્રી શ્વેતા નંદા અને અગસ્ત્ય નંદાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
એશ્વર્યા અને આરાધ્યાના રેપિડ રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતા
અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના સંક્રમણની સામાન્ય અસર છે. એન્ટીજન ટેસ્ટથી બંને સંક્રમિત હોવાનું સામે આવ્યા બાદ તેમને નાણાવટી હૉસ્પિટલ (Nanavati Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. શનિવારે જ બચ્ચન પરિવારના અન્ય સભ્યોની સાથે સ્ટાફના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં જયા બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. પરંતુ ફાઇનલ ટેસ્ટમાં આરાધ્યા અને ઐશ્વર્યાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જલસા બંગલાને કન્ટેન્મન્ટ ઝોન જાહેર કરાયો
BMC (બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની ટીમે આજે રવિવારે સવારે જલસા બંગલે આવી હતી. આ ટીમ આખા બંગલાને સેનિટાઈઝ કર્યો હતો. આ જ બંગલામાં ઐશ્વર્યા રાય, દીકરી આરાધ્યા તથા જયા બચ્ચન ક્વૉરન્ટીન છે. હવે ઐશ્વર્યા અને આરાધ્યાને નાણાવટી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે. બીએમસીની આઠ સભ્યોની ટીમમાં કોરોનાની તપાસ કરનાર એક ડૉક્ટર પણ સામેલ હતા. જલસા બંગલાને કન્ટેન્મન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને બંગલાના દરવાજે પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે. હવે, આગામી આદેશ ના મળે ત્યાં સુધી કોઈ વ્યક્તિ બંગલાની અંદર નહીં આવી શકે અને કોઈ બહાર નહીં જઈ શકે.
અનુપમ ખેરની માતા દુલારી અને ભાઈ રાજૂ સહિત ઘરમાં કુલ 4 સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. તેમાં રાજૂની દીકરી એટલે કે અનુપમ ખેરની ભત્રીજી પણ સામેલ છે. આ વાતની જાણકારી અનુપમ ખેરે જાતે જ આપી છે. તેઓએ જણાવ્યું કે તમામને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરતાં તેના વિશે તમામ જાણકારી આપી છે.
આ પણ જુઓ -
" isDesktop="true" id="998500" >
આ પોસ્ટમાં અનુપમ ખેરનો એક વીડિયો પણ છે. આ વીડિયોમાં તેઓ જણાવી રહ્યા છે કે, છેલ્લા કેટલાક દિવસથી મારી માતાને ભૂખ નહોતી લાગતી, કંઈ પણ ખાતા નહોતો, તેઓ સૂતા રહેતા તો અમે ડૉક્ટરના કહેવા પર તેમેનો બ્લડ ટેસ્ટ કરાવ્યો, ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ થયો તો તેમને માઇલ્ડ કોરોના હોવાનું સામે આવ્યું. મારા ભાઈનો પણ ટેસ્ટ કરાવ્યો, તો તે પણ કોરોના પોઝિટિવ છે. ત્યારબાદ મારા ભાભી અને ભત્રીજી-ભત્રીજાના પણ ટેસ્ટ કરાવ્યા જેમાં ભાભી અને ભત્રીજો કોરોના પોઝિટિવ છે તેવું સામે આવ્યું.