Home /News /entertainment /

Deepesh Bhan Death: આસિફ શેખે જણાવી દીપેશ ભાનનાં અંતિમ પળની હાલત, આંખો માંથી લોહી...

Deepesh Bhan Death: આસિફ શેખે જણાવી દીપેશ ભાનનાં અંતિમ પળની હાલત, આંખો માંથી લોહી...

આસિફ શેખે જણાવી દિપેશની અંતિમ સમયની સ્થિતિ

Deepesh Bhan Funeral: 'ભાભીજી ઘર પર હૈ'માં દીપેશની સાથે નજર આવેલાં એક્ટર આસિફ શેખે એક્ટરનાં નિધન પર વાત કરી. અંતિમ સમયમાં કેવી હતી દીપેશની હાલત તે અંગે તેમણે જણાવ્યું છે.

    Asif Shaikh On Deepesh Bhan Death: ટીવી એક્ટર દીપેશ ભાન (Deepesh Bhan) એટલે કે 'ભાબીજી ઘર પર હૈ'નાં (Bhabiji Ghar Par Hai) મલખાનનાં નિધનનાં સમાચારે સૌ કોઇને ચોંકાવી દીધા છે. માત્ર 41 વર્ષની ઉંમરમાં દીપેશ ભાને અંતિમ શ્વાસ લીધા છે. તેની પત્ની અને એક વર્ષનાં દીકરાની સાથે તેનો આખો પરિવાર ઘણો જ વ્યથિત છે. આ વચ્ચે શોમાં દીપેશની સાથે નજર આવતા એક્ટર આસિફ શેખે દીપેશનાં નિધન અંગે વાત કરી છે.

    ક્રિકેટ રમતા સમયે થયું હતું હેમરેજ-
    આસિફ મુજબ દિવંગત એક્ટર સવારે 7 વાગ્યે જિમમાં ગયો હતો ત્યાંથી પરત ફર્યા બાદ તે બિલ્ડિંગનાં કમપાઉન્ડમાં ક્રિકેટ રમી રહ્યો હતો. એખ ઓવર રમ્યા બાદ જેમ દીપેશ બોલ ઉઠાવવાં નમ્યો કે તે લથડિયા ખાઇને પડી ગયો. જે બાદ તે ઉઠ્યો જ નથી. તેને ત્વરીત ઘરની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી દીધો હતો. આસિફનું કહેવું છે કે ભાનની આંખમાંથી લોહી નીકળી રહ્યું હતું. જે બ્રેન હેમરેજની નિશાની છે. બાદમાં ડૉક્ટર્સે પણ બ્રેન હેમરેજ જણાવ્યું. એક સમયે ઘટના સ્થળે હાજર લોકોએ માની લીધુ હતું કે દીપેશને હાર્ટ એટેક આવ્યો હતો.

    આસિફે વધુમાં જણાવ્યું કે, તેણે સવારથી કંઇ જ ખાધુ ન હતું. એવામાં ક્રિકેટ રમતા તે ભાગ્યો અને બ્લડ પ્રેશર શૂટ અપ થવાને કારણે તે પડી ગયો. 40ની ઉંમર બાદ તેમણે તેમનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા જેવું હતું. એક્ટરે એમ પણ જણાવ્યું કે, આ સમયે 'ભાભીજી ઘર પર હૈ'ની આખી ટીમ દીપેશનાં ઘરે છે. કોઇને વિશ્વાસ નથી થઇ રહ્યો કે, દીપેશ ભાન હવે અમારી વચ્ચે નથી રહ્યો.




    બ્લડ પ્રેશરની સમસ્યા-
    આસિફે એમ પણ જણાવ્યું કે, ભાનને બ્લ્ડ પ્રેશરની સમસ્યા હતી. પણ થોડા દિવસ પહેલાં તેણે ચેકઅપ કરાવ્યું હતું. જેમાં બધુ જ નોર્મલ હતું. તેમણે જણાવ્યું કે, ભાન ઘણો જ હાઇપર એક્ટિવ યુવક હતો. તે સેટ પર હમેશાં રીલ્સ બનાવતો રહેતો. મને નથી સમજાતું કે અમે હવે કામ કેવી રીતે કરીશું. આ અમારા બધાની માટે ઘણો જ મુશ્કેલ સમય છે. આપને જણાવી દઇએ કે, ત્રણ વર્ષ પહેલાં જ ભાનાં લગ્ન થયા છે. તેને એક દીરો છે જે હાલમાં માત્ર દોઢ વર્ષનો છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Asif Shaikh, Bhabiji Ghar Par Hai, Deepesh Bhan

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन