ઓવૈસીએ 'પદ્માવત'ને કહી બકવાસ, મુસલમાનોને ન જોવાની અપીલ

kiran mehta | News18 Gujarati
Updated: January 20, 2018, 8:51 AM IST
ઓવૈસીએ 'પદ્માવત'ને કહી બકવાસ, મુસલમાનોને ન જોવાની અપીલ
સુપ્રીમે પદ્માવતના રિલીઝ પરને બેન હટાવ્યો

હૈદરાબાદથી AIMIMનાં પ્રમુખ અસદ્દુદીન ઓવૈસીએ આ ફિલ્મને બકવાસ ગણાવી મુસલમાનોને આ ફિલ્મ ન જોવાનો આગ્રહ કર્યો છે

  • Share this:
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'ને દરેક રાજ્યમાં રિલીઝ કરવાની પરવાનગી આપી દીધી છે છતા આ ફિલ્મ સાથેનો વિવાદ બંધ થવાનું નામ નથી લેતો. પહેલાં કરણી સેનાએ સુપ્રીમ કોર્ટની અવગણના કરતાં ઠેર ઠેર તોડ-ફોડ કરી હતી. જ્યારે હવે હૈદરાબાદથી AIMIMનાં પ્રમુખ અસદ્દુદીન ઓવૈસીએ આ ફિલ્મને બકવાસ ગણાવી મુસલમાનોને આ ફિલ્મ ન જોવાનો આગ્રહ કર્યો છે.

સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી બાદ પણ 'પદ્માવત'નો વિરોધ સતત થઇ રહ્યો છે. કરણી સેના બાદ હવે AIMIMનાં પ્રમુખ અસદ્દુદીન ઓવૈસીએ આ ફિલ્મને બકવાસ ગણાવી છે તેમણે પોતાનાં નિવેદનમાં કહ્યું છે કે, વારંગલમાં થયેલાં અખિલ ભારતીય અભિયાન દરમિયાન 'સેવ શરિયા' મુદ્દે એક સાર્વજનિક બેઠકને સંબોધતા તેમણે આ વાત કરી હતી. તેમણે મુસલમાનોને કહ્યું કે, આ ફિલ્મ જોઇને
તમારો સમય બર્બાદ ન કરતાં. સાથે જ તેમણે ક્યું કે, 'પદ્માવત' એક મનહૂસ અને ખરાબ ફિલ્મ છે. તેની પાછળ ભાગવાની જરૂર નથી. હું તો કહું છું 'પદ્માવત' જોવા જવાની જ કોઇ જરૂર નથી.

ઓવૈસીની મુસલમાનોને સલાહ

ઓવૈસીએ મુસલમાનોને રાજપૂતોથી શીખવાની સલાહ આપી દેતા કહ્યું કે, રાજપૂત તેમની રાણીનાં સમર્થનમાંઉભા છે. તે આપણે આઇનો બતાવે છે કે, 'પદ્માવત' મુદ્દે એકજૂટ થવાની જરૂર છે. અને કોઇપણ કાળે ફિલ્મ રિલીઝ ન થવા દેવા પર રાજપૂતો અડેલા છે. ત્યારે મુસલમાનો છે કે તેઓ વિભાજીત થઇ રહ્યાં છે અને તેમને કરવામાં પણ આવે છે. ઇસ્લામી કાયદાઓ બદલવાનાં પ્રયાસ પરતેઓ તેમની અવાજ ઉઠાવતા નથી.
First published: January 19, 2018
વધુ વાંચો
अगली ख़बर