ન્યૂઝ18 ગુજરાતી : ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણાં સમયથી તણાવનો માહોલ છે. આવી પરિસ્થિતિમાં જાણીતા સિંગર મીકા સિંહે પાકિસ્તાનમાં પરફોર્મન્સ આપીને ફસાઇ ગયો છે. પાકિસ્તાનમાં પર્ફોર્મન્સ આપવાનાં સમાચાર પછી મીકાનાં ફેન્સ સોશિયલ મીડિયામાં ઘણાં જ ભડકેલા નિવેદનો આપી રહ્યાં છે. મહત્વનું છે કે મીકાએ પાકિસ્તાનનાં પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના ખાસ એવા કરાચીનાં એક અબજપતિની પુત્રીના લગ્નમાં પરફોર્મ કર્યું હતું. 8 ઓગસ્ટનું તે પરફોર્મન્સ લગ્નમાં ઉપસ્થિત મહેમાનોએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યા બાદ સામે આવ્યું હતું.
પાકિસ્તાનમાં પરફોર્મન્સને કારણે ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને (AICWA) મીકા સિંહ પર બેન લગાવ્યો છે. ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોશિએશનનાં પ્રેસિડન્ટ સુરેશ શ્યામાલાલ ગુપ્તાએ ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરીને આ અંગેની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, 'મીકાનાં મૂવી પ્રોડ્કશન હાઉસ, મ્યૂઝિક કંપની અને ઓનલાઇન કંટેટ પ્રોવાઇડરની સાથે તમામ કોન્ટ્રાક્ટને બોયકોટ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત મીકાની ફિલ્મો, ગીતો અને એન્ટરટેન્ટમેન્ટ કંપનીની સાથે કામ કરવા પર પણ રોક લગાવી દીધી છે.'
મહત્વનું છે કે વિપક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સૈયદ ખુર્શીદ શાહે કહ્યું કે, સરકાર તપાસ કરે કે બન્ને દેશ રાજદ્વારી અને વ્યાપાર સંબંધો ખતમ કરી ચૂક્યા છે તેવા સમયે મીકાને અને તેના 14 સભ્યના ટ્રૂપને વિઝા અને સિક્યુરિટી ક્લિયરન્સ કેવી રીતે મળી ગયા? દેશમાં ભારતીય ફિલ્મો, નાટકો અને શો પર પ્રતિબંધ છે. જો વિઝા પહેલા જારી થયા હતા તો તે રદ થવા જોઇતા હતા.
પાક. મીડિયાના અહેવાલો પ્રમાણે, વરરાજા મીકાનો ફેન હોવાથી લગ્નમાં તેનું લાઇવ પરફોર્મન્સ ઇચ્છતો હતો. તેની ઇચ્છા પૂરી કરવા તેના સસરાએ ઉચ્ચ સંપર્કોનો ઉપયોગ કરી મીકાના બેન્ડને વિઝા અને સિક્યુરિટી ક્લિયરન્સ અપાવ્યા. મીકાએ પરફોર્મન્સ માટે દોઢ લાખ ડોલર ફી લીધી હોવાનું કહેવાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર