AIB કોમેડિયન પર લાગ્યો શારિરીક શોષણનો આરોપ, ઈન્ટર્ન પાસે માંગતો હતો ન્યૂડ તસવીરો

AIB કોમેડિયન પર લાગ્યો શારિરીક શોષણનો આરોપ, ઈન્ટર્ન પાસે માંગતો હતો ન્યૂડ તસવીરો
ઉત્સવ ચક્રવર્તી માટે એઆઈબીએ માફી માંગી

ઉત્સવે એ વાત માની લીધી છે કે, તે પોતાના સોશિયલ મીડિયા મિત્રો સાથે અશ્લિલ વાતો કરતો હતો, અને તેમણે તેને નગ્ન તસવીરો પણ મોકલી.

  • Share this:
    લોકપ્રિય Youtube ચેનલ AIB માટે કોમેડિ કરી ચુકેલા ઉત્સવ ચક્રવર્તીને આ ચેનલમાંથી કાઢી મુકવામાં આવ્યો છે. ઉત્સવ પર શારિરીક શોષણ અને માનસિક ઉત્પીડનના ગંભીર આરોપ બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. AIB તરફથી ઉત્સવના તમામ યૂ-ટ્યૂબ વીડિયો પણ હટાવી દેવામાં આવ્યા છે, અને સોશિયલ મીડિયા પર કંપનીએ માફી પણ માંગી છે.

    આ મામલો વધારે ચર્ચામાં ત્યારે આવ્યો, જ્યારે ઉત્સવ સાથે થયેલી એક ચેટને સોશિયલ મીડિયા યૂઝરે બધાની સામે લાવી દીધી. આ ચેટમાં ઉત્સવ એક 17 વર્ષની છોકરીને તેની નગ્ન તસવીરોની માંગ કરી રહ્યો હતો. આ છોકરી ઉત્સવની કંપનીમાં ઈન્ટર્ન કરી રહી હતી, અને તેને આ વર્તનની ફરિયાદ કરી તો પણ તેના પર કોઈ પગલું ભરવામાં આવ્યું ન હતું.



    ઉત્સવ આ પહેલા પણ આવું કરી ચુક્યો છે અને તેમનું કહેવું છે કે કેટલીે છોકરીઓએ તેને આવી તસવીરો મોકલી પણ છે.

    ઉત્સવ પર લાગેલા આરોપ બાદ AIBએ સ્પષ્ટતા કરી કે, તે પોતાના વર્કપ્લેસ પર આવો માહોલ નથી રહેવા દેવા માંગતા, જ્યાં મહિલાઓ અસુરક્ષિતતાનો અહેસાસ કરે. ઉત્સવના કારણે પૂરી કંપની શરમ અનુભવી રહી છે, અને તે આવા વ્યવહારનો સાથ નથી આપતી.



    આ કોમેડિયન વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થઈ છે અને વરૂણ ગ્રોવર, અદિતિ મિત્તલ જેવા અન્ય કોમેડિયન હવે ઉત્સવને પ્રશ્ન પૂછી રહ્યા છે કે, તે આવું કેમ કરતો હતો?

    ભારતમાં બોલિવુડ અને અન્ય ગ્લેમર ઈન્ડસ્ટ્રી પર એવો આરોપ હંમેશા લાગતો આવ્યો છે કે, અહીં શારિરીક શોષણ થાય છે, પરંતુ કોઈ તેનો વિરોધ નથી કરતું. હાલમાં જ તનુશ્રી દત્તાએ નાના પાટેકકર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને હવે કોમેડી ક્ષેત્રમાં ઉત્સવ નામ સામે આવ્યું છે. આ ટ્વીટને લોકો સળંગ શેર કરી રહ્યા છે, અને મહિલાઓને આ વાત માટે પ્રેરિત કરી રહ્યા છે કે, તે આવા લોકોને સામે લાવે.



    ઉત્સવ તરફથી આ મામલામાં કોઈ સફાઈ આપવામાં નથી આવી પરંતુ તેણે એ વાત માની લીધી છે કે, તે પોતાના સોશિયલ મીડિયા મિત્રો સાથે અશ્લિલ વાતો કરતો હતો, અને તેમણે તેને નગ્ન તસવીરો પણ મોકલી.
    Published by:News18 Gujarati
    First published:October 05, 2018, 15:30 IST

    ટૉપ ન્યૂઝ