અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં રહેતાં અને વકીલાતની પ્રેક્ટિસ કરતા અને વાલ્મિકી સમાજના મધુભાઈ પરમારે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 11 મે 2021ના રોજ મોબાઈલમાં યુ-ટ્યુબ પર એક વીડિયો જોયો હતો. જેમાં ટીવી સિરિયલ તારક મહેતા ફેમ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતાએ વાલ્મિકી સમાજ વિરુધ્ધ જાતિવાચક શબ્દનો ઉપયોગ કર્યો હતો.
અમદાવાદ: ટીવી એક્ટ્રેસ બબીતા સામે ફરિયાદ અમદાવાદ શહેરમાં દાખલ કરવામાં આવી છે. મુનમુન દત્તા સામે એટ્રોસીટીની કલમ હેઠળ ફરિયાદ દાખલ થઇ છે. તેનાં પર વાલ્મિકી સમાજની લાગણી દુભાય તેવાં શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ખોખરા પોલીસ વકીલની ફરિયાદને આધારે ગૂનો નોધ્યો છે.
અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં રહેતાં અને વકીલાતની પ્રેક્ટિસ કરતા અને વાલ્મિકી સમાજના મધુભાઈ પરમારે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 11 મે 2021ના રોજ મોબાઈલમાં યુ-ટ્યુબ પર એક વીડિયો જોયો હતો. જેમાં ટીવી સિરિયલ તારક મહેતા ફેમ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતાએ વાલ્મિકી સમાજ વિરુધ્ધ જાતિવાચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર દેશમાં મુન મુનનો વિરોધ થયો હતો.
ગુજરાતના વાલ્મિકી સમાજની લાગણી દુભાવી હતી. સરકારે પ્રતિબંધિત કરેલા શબ્દનો ઉપયોગ મુનમુને કર્યો હતો. મધુભાઈ પરમારે આ પહેલા ખોખરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને અરજીની તપાસ બાદ શનિવારે મોડી રાતે ગુનો નોંધવામાં આવ્યો છે. ખોખરા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
સુરતમાં પણ થયો હતો વિરોધ- આ પહેલા સુરતમાં મુનમુન દત્તા સામે સ્વાભિમાન સંસ્થા દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં વાલ્મિકી સમાજનુ અપમાન કર્યુ હોવાની લાગણી સાથે વિરોધ કરાઈ રહ્યો છે. મુનમુન દત્તાની સામે તાત્કાલિક અસરથી એફઆઈઆર નોંધાઈ તેવી માંગ કરવામાં આવી હતી. સ્વાભિમાન સંસ્થાના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોએ ચીમકી આપી હતી કે, તે મુજબ મુન મુન દત્તા સામે કાયદેસરની કાર્યવાહી ઝડપથી ન કરાતાં અનશન શરૂ કરવામાં આવ્યાં છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર