અમદાવાદ: બચ્ચનનાં અવાજમાં આવ્યો ફોન, 'નમસ્કાર, આપ જીતી શકો છો કરોડો રૂપિયા,' અને પછી...

અમિતાભ બચ્ચન

આ ફોનમાં તે કહે છે કે, નમસ્તે, મે કૌન બનેગા કરોડપતિ સે અમિતાભ બચ્ચન બોલ રહા હું, (Fake Call from Amitabh Bachchan Voice) આપ જીતી શકો છો ધન રાશી તે પણ કરોડોમાં. ડાયલ કરો આ નંબર અને આપો આ સવાલોનાં સાચા જવાબ.

 • Share this:
  અમદાવાદ શહેર: અમાદવાદનાં સ્થાનિકોને હાલ થોડા સમયથી અમિતાભ બચ્ચનનાં (Amitabh Bachchan Vocie) અવાજથી ફોન આવે છે. આ ફોનમાં તે કહે છે કે, નમસ્તે, મે કૌન બનેગા કરોડપતિ સે અમિતાભ બચ્ચન બોલ રહા હું, (Fake Call from Amitabh Bachchan Voice) આપ જીતી શકો છો ધન રાશી તે પણ કરોડોમાં. ડાયલ કરો આ નંબર અને આપો આ સવાલોનાં સાચા જવાબ.

  હવે કોઇ અમિતાભ બચ્ચનનાં અવાજમાં તમને આ રીતે ફોન કરે તો પહેલાં તો કોઇ ફોસલાઇ જાય અથવા તો તે તુંરત જ પોલીસને આ અંગે જાણ કરે. કારણ કે બોલિવૂડનાં શહેનશાહ નવરાં નથી કે એ સામાન્ય જનતાને ફોન કરીને તેમની સાથે વાત કરે. આ કોઇ સાયબર ફ્રોડ હોઇ શકે જે અમિતાભ બચ્ચનનાં અવાજનો ખોટો ઉપયોગ કરી રહ્યો છે.

  આ પણ વાંચો-સિદ્ધાર્થ શુક્લાનાં નિધન બાદ મુંબઇ હમેશા માટે છોડી રહી છે શહનાઝ ગિલ? જાણો શું છે સત્ય

  આ પ્રકારની અમદાવાદ પોલીસ પાસે ઘણી બધી ફરિયાદ ગઇ હતી. જે બાદ CID ક્રાઇમનાં સાઇબર સેલ દ્વારા ગત બુધવારે એક એડવાયઝરી દાખલ કરવામાં આવી હતી. જેમાં ફેક બિગ બી કોલ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યાં હતાં.

  આ એડવાયઝરી મુજબ, 'શું તમને અમિતાભ બચ્ચન પાસેથી કોઇ ફોન આવ્યો છે. તો સાવધાન થઇ જજો. આ કોઇ ફ્રોડ હોઇ શકે છે. અમિતાભ બચ્ચનનાં નામ અને અવાજનો ખોટો ઉપયોગ કરી કોઇ અન્ય આ ફોન્સ કરી રહ્યાં છે. '

  સાયબર ક્રાઇમની માહિતી પ્રમાણે, તેઓ UPI પેમેન્ટ્સ એપ દ્વારા લાખોની ઠગાઇ કરે છે. તો આ મામલે સજાગ રહો. આવા કોઇ જ પ્રકારનાં ફેક કોલ્સનાં ઝાંસામાં ન આવો.

  આ પણ વાંચો- નટુ કાકાને ગડા ઇલેક્ટ્રોનિક્સે અનોખા અંદાજમાં કર્યા યાદ, VIDEO જોઇ આંખો થઇ જશે ભીની

  કારણ કે અમિતાભ બચ્ચનનાં અવાજમાં જે વ્યક્તિ ફોન નંબર આપે છે તેનં પર ફોન કરતાં તેને એક લિંક મળે છે. જે એક એપની લિંક છે. આ એપ ડાઉનલોડ કરવાંથી સાયબર ફ્રોડનો શીકાર થઇ શકાય છે કારણ કે સામેવાળી વ્યક્તિને ચાન્સ મળે છે કે તે તમારા બેંક અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકે છે.

  જો આવો કોઇ ફેક કોલ કોઇને ફોન આવે તો અમદાવાદ પોલીસને આ અંગે જાણ કરવી.
  Published by:Margi Pandya
  First published: