Home /News /entertainment /

વર્ષો પછી આટલી બદલાઈ ગઈ છે 'શ્રી કૃષ્ણ' ની રાધા, જોઈને ઓળખી પણ નહીં શકો

વર્ષો પછી આટલી બદલાઈ ગઈ છે 'શ્રી કૃષ્ણ' ની રાધા, જોઈને ઓળખી પણ નહીં શકો

વર્ષો પછી આટલી બદલાઈ ગઈ શ્રીકૃષ્ણ સિરિયલની રાધા.

રામાનંદ સાગરની પ્રસિદ્ધ પૌરાણિક સીરીયલ શ્રી કૃષ્ણા(Ramanand Sagar's shree Krishna)ની યાદ આજે પણ લોકોના મનમાં તાજી છે. કોરોનાકાળમાં તેના દર્શકો માટે આ સિરિયલ ફરીથી બતાવવામાં આવી હતી. જ્યારે લોકોના ઘરમાં ફરી એકવાર રાધે કૃષ્ણ રાધે કૃષ્ણની ગુંજ ગાજી હતી.

વધુ જુઓ ...
Who is Shweta Rastogi- રામાનંદ સાગરની પ્રસિદ્ધ પૌરાણિક સીરીયલ શ્રી કૃષ્ણા(Ramanand Sagar's shree Krishna)ની યાદ આજે પણ લોકોના મનમાં તાજી છે. કોરોનાકાળમાં તેના દર્શકો માટે આ સિરિયલ ફરીથી બતાવવામાં આવી હતી. જ્યારે લોકોના ઘરમાં ફરી એકવાર રાધે કૃષ્ણ રાધે કૃષ્ણની ગુંજ ગાજી હતી. દુરદર્શન પર બતાવવામાં આવેલી શ્રીકૃષ્ણ સીરીયલના દરેક પાત્રે એક આઈકન રૂપે દર્શકોમાં વચ્ચે પોતાની ઓળખાણ બનાવી છે. આજ પણ લોકો તેમને માત્ર સીરિયલના પાત્ર રૂપે નહીં, પરંતુ ભગવાનરૂપે પૂજે છે. તે પછી રામાનંદ સાગરની રામાયણમાં રામ બનેલ અરુણ ગોવિલ(Arun Govil) હોય, સીતા બનેલી દીપિકા ચીખલીયા હોય કે શ્રી કૃષ્ણાના સ્વપ્નિલ જોશી(Swapnil Joshi) અને શ્વેતા રસ્તોગી હોય.

શ્રી કૃષ્ણા સીરીયલ લોકોમાં એટલી પ્રસિદ્ધ હતી કે દર રવિવારે સવારે આઠ વગતાની સાથે બાળકોથી લઈને વૃદ્ધ સૌ કોઈ કામકાજ છોડીને ટીવીની આગળ બેસી જતા. જેથી તેમની ફેવરિટ સીરીયલનો એક પણ સીન જોવાનું ચુકી ન જવાય. આ સિરિયલમાં યુવા રાધાનું પાત્ર રેશમા મોદીએ નિભાવ્યું હતું, જ્યારે નાની રાધાનું પાત્ર શ્વેતા રસ્તોગીએ. આજે અમે તમને નાની રાધા એટલે કે શ્વેતા રસ્તોગી વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

કોણ છે શ્વેતા રસ્તોગી?

1973માં જન્મેલી શ્વેતા રસ્તોગી મેરઠની વતની છે. શ્વેતા અત્યારે તેના પતિ સાથે મુંબઈમાં જ રહે છે. તેના માતા-પિતા મેરઠમાં રહે છે. શ્વેતાના પિતા જણાવે છે કે તેઓ બરેલીના રહેવાસી છે. શ્વેતાને ઘરમાં લાડથી ચીના બોલાવવામાં આવે છે. શ્વેતાએ લગભગ ચાર વર્ષની ઉંમરથી સિરિયલોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જે પછી તેમણે ફિલ્મોમાં બાળકલાકાર તરીકે પણ કામ કર્યું છે.

રેખા સાથે આ ફિલ્મમાં હતી શ્વેતા

શ્વેતાએ નાનપણથી જ ચાઈલ્ડ એક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે 90ના દાયકાની ડઝન જેટલી હિરોઈનના બાળપણનો અથવા તેમની દીકરીનો રોલ કર્યો હતો. શ્વેતાએ તેનો ડેબ્યુ 1983માં આવેલી બોલીવુડ એક્ટ્રેસ રેખાની ફિલ્મ ખૂન ભરી માંગથી કર્યો હતો. આ ફિલ્મમાં તે રેખાની દીકરીના રૂપમાં જોવા મળી હતી. તેમજ અનિલ કપૂર ની કિશન કનૈયામાં પણ તે તેની પુત્રીના રૂપમાં દેખાઈ હતી. આ બધા રોલ કર્યા બાદ 1993માં આવી રામાનંદ સાગરની શ્રીકૃષ્ણા.

ઓડિશનમાં રિજેક્ટ થઈ ગઈ હતી શ્વેતા

સાંભળવામાં થોડું અજીબ લાગે છે ,ખરું ને? કે જે સિરિયલથી શ્વેતા ને તેની ઓળખ મળી છે, તેના જ ઓડિશનમાં તે ફેલ થઈ ગઈ હતી. હકીકતમાં વાત એમ હતી કે રામાનંદ સાગર શ્રીકૃષ્ણ સીરીયલ માટે બાળકી રૂપે રાધાના રોલ માટે કોઈને તલાશ કરી રહ્યા હતા. ત્યારે શ્વેતાએ ઓડિશન આપ્યું .પરંતુ શ્વેતાનું ઓડિશન રામાનંદ સાગરને પસંદ આવ્યું હતું નહીં. તે પોતાના ડાયલોગથી તેમને ઈમ્પ્રેસ કરવામાં નિષ્ફળ રહી હતી. જોકે રામાનંદજીને તેની સુંદરતા અને સાદગી પસંદ આવી ગઈ હતી. કોઈ પણ બીજી હિરોઈન આ રોલ માટે એકદમ ફિટ બેસી રહી ન હતી. તે પછી રામાનંદ સાગરે શ્વેતાને એક બીજો ચાન્સ આપ્યો.

રામાનંદ સાગરે તેને વધુ એક મોકો આપ્યો અને ડાન્સ કરી બતાવવા માટે કહ્યું. રામાનંદ સાગર જોવા માંગતા હતા કે શ્વેતા શ્રીકૃષ્ણ સાથે મહારાસ કરી શકે છે કે નહીં અને ત્યાં તેની કિસ્મત ચમકી ગઈ. કારણ કે શ્વેતા એક ટ્રેઈન્ડ ક્લાસિકલ ડાન્સર છે. આ ટેસ્ટને તેને ખુબ સરળતાથી પાર કર્યો. તે પછી આ રોલ તેને મળવું લગભગ નિશ્ચિત હતું.

રામાનંદ સાગર શ્વેતાના પગે લાગ્યા હતા

સુંદર હોવાની સાથે સાથે શ્વેતા નૃત્યકલામાં પારંગત હતી, જ્યારે સ્વપ્નિલ અને શ્વેતા રાધાકૃષ્ણના કોચ્યુમમાં રહેતા હતા, ત્યારે રામાનંદજી તેમને પગે લાગીને આશીર્વાદ લેતા હતા. રાધાનો રોલ જે રીતે શ્વેતાએ નિભાવ્યો એ આજે પણ લોકોના દિલમાં જીવંત છે. કૃષ્ણ અને રાધાના રોલ માટે આજે પણ સ્વપ્નિલ અને શ્વેતાની જોડીને બેસ્ટ માનવામાં આવે છે.

આજે ક્યાં છે શ્વેતા?

હવે તે મુંબઈમાં જ સેટલ છે. તે કેટલીક સીરીયલમાં દેખાઈ ચૂકી છે. શ્રીકૃષ્ણા પછી શ્વેતાએ 1995માં સાઉથની એક ફિલ્મમાં પણ કામ કર્યું હતું. જે પછી તેને ફરીથી સિરિયલોમાં કામ કરવાનું શરૂ કર્યું. 1997માં જય હનુમાન, 2004માં કેસર, 2005 મહેલો કી રાની, 2006માં થોડી જમીન, થોડા આસમાન, સ્ત્રી તેરી યહી કહાની વગેરે સીરીયલ માં કામ કર્યું હતું. અત્યારે શ્વેતા સિયા કે રામ સીરિયલમાં અહિલ્યા તરીકે અને 2018માં ઇન્ટરનેટવાલા લવ તેમજ શ્રી ગણેશમાં દેખાઈ હતી. શ્વેતા અત્યારે પણ એક્ટિંગ કરિયરમાં કાર્યરત છે.
First published:

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन