Home /News /entertainment /Adipurush: સૈફ અલી ખાનના લુકને લઈને થયેલા હંગામા બાદ મેકર્સ કરવા જઈ રહ્યા છે મોટો ફેરફાર!

Adipurush: સૈફ અલી ખાનના લુકને લઈને થયેલા હંગામા બાદ મેકર્સ કરવા જઈ રહ્યા છે મોટો ફેરફાર!

ફિલ્મના પાત્રોને લઈને ઘણો વિવાદ

Adipurush: પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' આવતા વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. ટ્રેલરથી જ આ ફિલ્મના પાત્રોને લઈને ઘણો વિવાદ થયો હતો. હવે આ ફિલ્મ વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે.

    મુંબઈ: પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' ટ્રેલર પછી ચર્ચામાં આવી હતી. ફિલ્મમાં સેફના લુકને લઈને ઘણો હોબાળો થયો હતો. હવે ફિલ્મ 'આદિપુરુષ'ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, નિર્દેશક ઓમ રાઉત ફિલ્મમાં સૈફની દાઢીને ડિજિટલી દૂર કરવાની યોજના બનાવી રહ્યા છે.

    સેફની દાઢી દૂર કરવાની યોજના


    ફિલ્મ 'આદિપુરુષ'માં સૈફના પાત્રને લઈને ઘણો વિવાદ સર્જાયો હતો. લોકોને સેફનો રાવણ લુક જરા પણ પસંદ આવ્યો ન હતો. હવે ETimesના અહેવાલ પ્રમાણે, નિર્માતાઓ ડિજિટલ ટૂલ્સ દ્વારા સેફની દાઢી દૂર કરવાની યોજના બનાવી રહ્યા છે. “જો સૂત્રોનું માનીએ તો, આ કરવું પણ ઘણું મુશ્કેલ છે કારણ કે અત્યાર સુધી ફિલ્મ પર ઘણું કામ કરવામાં આવ્યું છે. VFX પર તેમજ સેફના લુક પર ઘણું કામ કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: 'બ્લેક પેન્થર 2' ના વાવાઝોડાએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, જાણો 'ઊંચાઈ' અને 'યશોદા'ની હાલત

    'આદિપુરુષ'ની રિલીઝ ડેટ મોકૂફ


    મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ તમામ ફેરફારો કરવા માટે લગભગ 30 કરોડ રૂપિયા ખર્ચવા પડી શકે છે. ફિલ્મમાં રાવણના પાત્રની ચર્ચા બાદ હવે તેની દાઢી ડિજિટલી દૂર કરવાનો મામલો પણ સામે આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, મેકર્સ ફિલ્મને લઈ મોટો નિર્ણય લઈ શકે છે. ગયા અઠવાડિયે, નિર્માતાઓ દ્વારા 'આદિપુરુષ' ફિલ્મને મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. પહેલા 12 જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતા પરંતુ હવે આવતા વર્ષે 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ આવશે. ભૂતકાળમાં નિર્માતાઓ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં લખ્યું હતું કે "આદિપુરુષના નિર્માણ સાથે સંકળાયેલા લોકોને થોડો વધુ સમય આપવાની જરૂર છે".

    આ પણ વાંચો: કોંગ્રેસના ઉમેદવારે કર્યા ઈસુદાન ગઢવીના વખાણ, ભાજપ પર આકરા પ્રહાર

    ફર્સ્ટ લુક પર હોબાળો મચી ગયો હતો


    તમને જણાવી દઈએ કે દિગ્દર્શક ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરુષ'ના ટીઝરમાં જોવા મળેલા VFXની લોકોએ સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી હતી. આ સાથે રામાયણ પર આધારિત આ ફિલ્મમાં તથ્યો સાથે છેડછાડનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. અયોધ્યામાં પણ રીલિઝ થયેલી ફિલ્મના ટીઝરને દર્શકોના એક વર્ગે સદંતર નકારી કાઢ્યું હતું.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Bollywood Movie, Prabhas, Prabhas Films, Saif ali khan

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन