આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur) અને અનન્યા પાંડે (Ananya Panday) લાંબા સમયથી તેમના ડેટિંગના સમાચારને લઈને ચર્ચામાં છે. દરમિયાન હવે સમાચાર આવી રહ્યા છે કે, બંનેને તેમના પરિવાર તરફથી પણ ગ્રીન સિગ્નલ મળી ગયું છે. તો શું આ રૂમવાળા કપલ હવે ગાંઠ બાંધવા તૈયાર છે? ચાલો જાણીએ.
મુંબઈ : આ દિવસોમાં આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે તેમની પ્રોફેશનલ લાઈફ કરતાં તેમની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં છે. એવી પણ અટકળો છે કે, બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. દરમિયાન, આ રુમર્સ કપલ વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ફેન્સ તો બંનેના લગ્નની વાતો પણ કરી રહ્યા છે. જેથી આ બંને હાલના દિવસોમાં લાઈમલાઈટમાં છે.
બોલિવૂડની સુંદર અભિનેત્રી અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરના લવ અફેરની ચર્ચા ઘણા સમયથી બોલિવૂડમાં થઈ રહી છે. ભૂતકાળમાં બંનેને એકસાથે રેમ્પ વોક કરતા પણ જોવામાં આવ્યા હતા, ત્યારપછી એવા અહેવાલો આવવા લાગ્યા હતા કે, આદિત્ય અને અનન્યા આ રીતે પોતાના સંબંધોને સાર્વજનિક કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, હવે બંનેમાંથી કોઈએ પણ આ સંબંધ અંગે ખુલીને પ્રતિક્રિયા આપી નથી. પરંતુ બંને ઘણી જગ્યાએ સાથે જોવા મળે છે. હવે જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બંનેના પરિવારજનોએ પણ આ સંબંધને લીલી ઝંડી આપી દીધી છે.
આદિત્યનું નામ આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે.
ભલે આદિત્ય રોય કપૂર હાલના દિવસોમાં અનન્યા પાંડે સાથેના સંબંધોને લઈને ચર્ચામાં હોય, પરંતુ આ પહેલા પણ તેનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. આ પહેલા આદિત્ય રોય કપૂરનું નામ તેની હિટ ફિલ્મ આશિકી 2ની આરોહી એટલે કે, શ્રદ્ધા કપૂર સાથે પણ જોડાઈ ચૂક્યું છે. આ ફિલ્મ પછી તેમના અફેરના સમાચાર પણ સામે આવ્યા હતા. જોકે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે આખરે ડેટ કરી રહ્યાં છે. આ ઉપરાંત ફેન્સે બંનેને ઘણી વખત સાથે સ્પોટ કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બંનેનો પ્રેમ એક પાર્ટીથી શરૂ થયો હતો. આદિત્યએ ઈન્સ્ટાગ્રામ દ્વારા લોકોને એક હિંટ પણ આપી છે કે, તે અનન્યા પાંડે સાથે રિલેશનશિપમાં છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક સૂત્રએ બોલિવૂડ લાઈફને જણાવ્યું કે, “અનન્યા અને આદિત્ય એકબીજા પ્રત્યે ખૂબ જ ગંભીર છે. બંનેના પરિવારજનોએ પણ તેમના સંબંધોને લીલી ઝંડી આપી દીધી છે. આદિત્ય-અનન્યા ટૂંક સમયમાં તેમના સંબંધોને લઈને એક પગલું આગળ વધારવા માંગે છે. જે અંગે ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે, બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. જ્યારે સૂત્રનું કહેવું છે કે, તેમને ઉતાવળ નથી. અને બંને એકબીજાને સમય આપવા માંગે છે. આ બંને જલ્દી જ સાથે વેકેશન પર જઈ શકે છે. અનન્યા અને આદિત્ય આ સંબંધને થોડો વધુ સમય આપવા માંગે છે. આવનારા સમયમાં જલ્દી જ બંને પોતાના પ્રેમનો ઈઝહાર કરીને લોકોને ચોંકાવી શકે છે.
આદિત્યની એક્ટિંગ કરિયરની વાત કરીએ તો તે, છેલ્લે ક્રાઈમ-થ્રિલર વેબ સિરીઝ 'ધ નાઈટ મેનેજર'માં જોવા મળ્યો હતો. આ સિરીઝમાં આદિત્ય રોય કપૂર સાથે અનિલ કપૂર પણ મહત્વના રોલમાં જોવા મળ્યો હતો. ટૂંક સમયમાં તે તેની આગામી ફિલ્મ 'ગુમરાહ'માં જોવા મળશે. બીજી તરફ અનન્યા પાંડે ટૂંક સમયમાં ડ્રીમ ગર્લ 2 માં જોવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર